Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ!

આ મામલે 2 મહિલા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામ સામેલ છે.
amit khunt case   મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ
Advertisement
  1. રાજકોટનાં રીબડાનો ચકચારી અમિત ખુંટ આપઘાત કેસ (Amit Khunt Case)
  2. અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજા હજું પણ ફરાર
  3. આરોપીઓ ન પકડાતા રીબડાનાં યુવાનોમાં ભારે રોષ
  4. પાળ મવડી રોડ પર વગડ ચોકડી પાસે રેસ્ટોરન્ટમાં યોજાઇ બેઠક
  5. અમિત ખૂંટના પરિવારને કેમ ન્યાય અપાવી શકાય તે અંગે થઈ ચર્ચા

રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં યુવક અમિત દામજીભાઇ ખુંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) હજું સુધી આરોપીઓની ધરપકડ ન થતાં રીબડાનાં યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હજું સુધી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) અને પુત્ર રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) ફરાર હોવાથી યુવાનોમાં પોલીસની કામગીરી સામે નારાજગી હોવા મળી છે. આ મામલે આજે પાળ મવડી રોડ પર વગડ ચોકડી પાસે રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ હતી, જેમાં મૃતક યુવક અમિત ખૂંટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચો - Bhavnagar : શહીદ જવાન જયદીપભાઈ ડાભીનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો, આવતીકાલે વતનમાં અંતિમવિધિ

Advertisement

અમિત ખુંટ આપઘાત કેસ મુખ્ય આરોપી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાનાં યુવક અમિત ખુંટ નામના યુવકે થોડા દિવસ પહેલા લોધિકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ મામલે 2 મહિલા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ (Aniruddhasinh Jadeja) અને પૌત્ર રાજદીપસિંહના (Rajdeepsinh Jadeja) નામ સામેલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, હજું સુધી આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદીપસિંહ જાડેજા ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં ભારે રોષ છે.

Advertisement

આ પણ વાંચો - Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!

મૃતકનાં પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે અંગે ચર્ચા કરવા બેઠક યોજાઈ

અમિત ખુંટ કેસમાં (Amit Khunt Case) મુખ્ય આરોપીની ધરપકડ ન થતાં રીબડાનાં (Ribda) યુવકો દ્વારા આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. માહિતી અનુસાર, રાજકોટમાં પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક આવેલા રેસ્ટોરન્ટમાં આજે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મૃતક અમિત ખુંટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તેની અંગે ચર્ચા કરાઈ હતી. કાયદાકીય રીતે લડત કેવી રીતે ચલાવી શકાય ? તેની પણ ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચો - Ahmedabad : રામોલમાં લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર-રિક્ષાચાલકની ધરપકડ

Tags :
Advertisement

.

×