Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર, રિમાન્ડ માટે ગોંડલ કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ જિલ્લામાં રીબડામાં રહેતા યુવક અમિત ખુંટ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે. હવે ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રાજદીપસિંહને રજૂ કરાશે એવી માહિતી છે. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવતા રાજદીપસિંહ જાડેજાએ ગઈકાલે રાતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. છેલ્લા 6 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર હતા.
amit khunt case   રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર  રિમાન્ડ માટે ગોંડલ કોર્ટમાં રજૂ કરાશે
Advertisement
  1. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું (Amit Khunt Case)
  2. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર
  3. ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રાજદીપસિંહને કરાશે રજૂ
  4. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવતા કર્યુ સરેન્ડર

Rajkot : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના (Gondal) રીબડામાં રહેતા યુવક અમિત ખુંટ કેસમાં (Amit Khunt Case) મોટા સમાચાર આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ (Rajdeepsinh Jadeja) સરેન્ડર કર્યું છે. હવે ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રાજદીપસિંહને રજૂ કરવામાં આવશે એવી માહિતી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આગોતરા જામીનની અરજી ફગાવતા રાજદીપસિંહ જાડેજાએ ગઈકાલે રાતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં (Gondal Taluka Police Station) હાજર થયા હતા. છેલ્લા 6 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર હતા.

આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ, અમદાવાદમાં ઠંડીનો ચમકારો

Advertisement

Advertisement

Amit Khunt Case માં રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર

ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) છેલ્લા 6 મહિનાથી ફરાર રાજદીપસિંહ જાડેજાએ આખરે સરેન્ડર કર્યું છે. ગઈકાલે રાતે રાજદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જણાવી દઈએ કે, રાજદીપસિંહ જાડેજા દ્વારા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. જો કે, ઉચ્ચ ન્યાયાલયે અરજીને ફગાવતા રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે. હવે, પોલીસ રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં (Gondal Court) રિમાન્ડની માંગ સાથે રજૂ કરશે.

આ પણ વાંચો - સસ્તો દારૂ સ્કૉચ વ્હીસ્કીની બોટલમાં ભરીને વેચતા શખસને Sola Police એ પકડ્યો, ખાલી-ભરેલી 65 બૉટલ કબજે લીધી

રાજદીપસિંહને અત્યારસુધી કોણે કોણે આશરો આપ્યો તેની તપાસ

માહિતી અનુસાર, અમિત ખુંટ કેસમાં પોલીસે રાજદીપસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરી છે. રાજદીપસિંહને (Rajdeepsinh Jadeja) અત્યાર સુધી કોણે-કોણે આશરો આપ્યો? તેની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને લઈ ગોંડલ ડીવાયએસપી ઝાલાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે,'અત્યાર સુધી કોણે-કોણે રાજદીપસિંહ જાડેજાને આસરો આપ્યો ? કઈ-કઈ જગ્યાએ રાજદીપસિંહ ફર્યા તે સંબંધિત તમામ પૂછપરછ કરવામાં આવશે.' રાજદીપસિંહ જાડેજાની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Gondal Marketing Yard માં સિઝનની સૌ પ્રથમ લાલ મરચાની આવક, મુહૂર્તની 3 ભારીનો ભાવ રૂ.8,001 બોલાયો

Tags :
Advertisement

.

×