Amreli: ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી
- ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી વેલ્યુએડિશન ખેતી તરફ વળ્યા
- હળદરનું વેચાણ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં થાય છે
- અંદાજિત 20 લાખની હળદરનું ટોટલ ઉત્પાદન થશે
Saurashtraમાં પ્રગતિશીલ ખેડૂતો (Farmer) પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતીમાં વેલ્યુએડિશન પાકનું ઉત્પાદન કરી રહ્યા છે અને પાકનું વેલ્યુએડિશન કરી અને લાખોમાં કમાણી કરે છે. ત્યારે અમરેલી જિલ્લાના ચિતલના જસવંત પરાના ખેડૂત શેલમ હળદરની ખેતી કરી છે અને હળદરનો પાવડર કરી વેચાણ કરે છે ત્યારે શું છે આ ખેડૂતની શેલમ હળદર ખેતીની વિશેષતા જોઈએ.
ખેડૂતોએ ખેતી પધ્ધતિની રીત ફેરવીને પરંપરાગત ખેતીમાંથી વેલ્યુએડિશન ખેતી તરફ વળ્યા
સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતો (Farmer)એ ખેતી પધ્ધતિની રીત ફેરવીને પરંપરાગત ખેતીમાંથી વેલ્યુએડિશન ખેતી તરફ વળ્યા છે. અમરેલીમાં ચિતલના જસવંતપરા વિસ્તારના ભીખુભાઇ વલ્લભભાઈ દેવાણીએ 10 ધોરણ અભ્યાસ સુધી કર્યો છે અને પોતાની પાસે 30 વીઘા જમીન છે. જેમાં નવ વીઘામાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય એકવીસ વીધામાં પરંપરાગત મગફળી, કપાસ તેમજ અન્ય વાવેતર કરવામાં આવે છે અને સારું ઉત્પાદન મેળવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: ખાતરની અછત, કૌભાંડ અને છેતરપિંડી વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ગત વર્ષે 6000 કિલો હળદરનું ઉત્પાદન મેળવ્યું હતું
ભીખુભાઈ દેવાણી 2017થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને શેલમ હળદરનું વાવેતર કરતા આવ્યા છે. દર વર્ષે શેલમ હળદરનું વાવેતર કરે છે પરંતુ ચાલુ વર્ષે નવ વીઘામાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ગત વર્ષે 6000 કિલો હળદરનું ઉત્પાદન મેળવ્યું હતું અને 250 રૂપિયા ભાવ મળી રહ્યો હતો. ખેડૂત (Farmer)ભીખુભાઈ દેવાણીએ 15 લાખનું ઉત્પાદન મળ્યું હતું અને 1 વીઘામાં 40 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેથી રૂપિયા 3 લાખ 20 હજારનો 8 વીઘામાં ખર્ચ થયો હતો, જ્યારે અન્ય પરચુરણ ખર્ચ 2 લાખ જેવો થયો હતો જેથી કુલ 9 લાખનું ઉત્પાદન મળ્યું હતું.
હળદરનું વેચાણ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં થાય છે
ચાલુ સિઝનમાં 8 વીઘાનું શેલમ હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે અને જેમાંથી અંદાજિત 8000 કિલો હળદરનો ઉત્પાદન મળી રહેશે. જ્યારે એક વીઘે 50 હજારનો ખર્ચ થશે જેથી 8 વીઘામાં 4 લાખનો ખર્ચ થશે. જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો અંદાજિત 20 લાખની હળદરનું ટોટલ ઉત્પાદન થશે જેમાંથી 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ અને મજૂરી અને ભાગ્યાનો ભાગ આપવામાં થશે. રૂપિયા 12 લાખનું ઉત્પાદન નફાકારક મળશે. જેમાં હળદરનું વેચાણ અમદાવાદ, સુરત, વડોદરા, તેમજ આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે અને લોકો ખરીદી કરવા માટે વાડીએ આવે છે અને ખરીદી કરી જાય છે. જેમાં ખેડૂતે (Farmer)પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી દ્વારા લાખોની કમાણી કરી છે.
આ પણ વાંચો: Suratમાં વધુ બે નકલી તબીબોની ધરપકડ, દવા લઇ ગયેલ સ્થાનિકોમાં ભયનો માહોલ