Amreli: લેટર કાંડમાં હાઇવોલ્ટેજ ડ્રામા, પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે!
- પહેલા SP ઓફિસમાં નિવેદન નોંધાયુ છે
- પાયલ સાથે જેની ઠુમ્મર હાજર રહ્યાં
- બંધ બારણે પાયલ અને વકીલોની બેઠક
Amreli: અમરેલી લેટર કાંડમાં પાટીદાર દીકરી પાયલ SP કચેરી પહોંચી છે. જેમાં HCના વકીલ આનંદ યાજ્ઞિક સાથે SP સંજય ખરાતને મળવા પહોંચ્યા છે. તેમાં પાયલ સાથે વકીલોની ટીમ અને કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર પણ હાજર રહ્યાં છે. જેમાં SP સંજય ખરાતને રૂબરૂ પોલીસકર્મીઓ વિરૂદ્ધની ફરિયાદ આપી છે. તેમજ SP સાથે બેઠક કરી વકીલો અને પાયલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. જેમાં SP ઓફિસમાં બંધ બારણે પાયલ ગોટી અને વકીલોની બેઠક યોજાઈ છે.
Amreli લેટરકાંડના પાટીદાર દીકરી પાયલ SP કચેરી પહોંચી
Payal Goti એ કચેરી જતા પહેલા આપ્યું નિવેદન
વકીલો સાથે પોલીસ ફરિયાદ કરવા જઈ રહી છું:પાયલ @SP_Amreli @JennyThummar #Amreli #Letterkand #PayalGoti #Advocate #Police #GujaratFirst pic.twitter.com/qsbWfiDuFG— Gujarat First (@GujaratFirst) January 8, 2025
વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું છે કે અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર
SP સાથે બેઠક બાદ પોલીસ સામે વકીલ આનંદ યાજ્ઞિકે પ્રહાર કર્યા છે. જેમાં વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું છે કે અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે. અમરેલીના મુખ્ય પોલીસ અધિક્ષક બનાવેલી SIT પર ભરોસો નથી જેમાં પોલીસની બનાવેલી SIT સામે SPને રજૂઆત કરી છે. પાયલને માર માર્યો તે પોલીસ સામે પગલાં ભરવા જોઇએ. તેમજ સમગ્ર મામલે આઈ.જી.કક્ષાના અધિકારી તપાસ કરે તેમજ 2 દિવસમાં નામદાર હાઇકોર્ટમાં રજૂઆત કરીશું.
જાણો શું હતી સમગ્ર ઘટના
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Jamnagar: ગલુડિયા પર અત્યાચારનો વીડિયો વાયરલ થતા મહિલાએ માંગી માફી