Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli Letter Kand : પૂર્વ CM વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે.
amreli letter kand   પૂર્વ cm વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન  જાણો શું કહ્યું
Advertisement
  1. Amreli Letter Kand મુદ્દે પૂર્વ CM વિજય રૂપાણી, દિલીપ સંઘાણીનું નિવેદન
  2. જે-તે પોલીસકર્મી સામે પગલાં લેવાવા જોઈએઃ વિજય રૂપાણી
  3. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છેઃ વિજય રૂપાણી
  4. પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને સરઘસ કાઢ્યું: દિલીપ સંઘાણી
  5. હું દીકરીને મળવા જેલમાં ગયો તો આખુ ભાજપ આવી ગયું: દિલીપ સંઘાણી

Amreli Letter Kand : અમરેલી (Amreli) લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં (Congress) નેતાઓ મેદાને આવ્યા છે. અમરેલી બાદ સુરતમાં (Surat) કોંગ્રેસ નેતાઓ દ્વારા 'નારી સ્વાભિમાન આંદોલન' યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું (Dilip Sanghani) નિવેદન સામે આવ્યું છે.

કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે : વિજય રૂપાણી

અમરેલી પત્રકાંડને (Amreli Letter Kand) લઈ પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું કે, BJP પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે, જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે

પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે : દિલીપ સંઘાણી

બીજી તરફ અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ સહકારી નેતા દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) સવાલ ઉઠાવ્યા છે. તેમણે બેબાક અંદાજમાં કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવું એ વધારે પડતું છે. તેમણે કહ્યું કે, હું દીકરીને મળવા જેલમાં ગયો એટલે આખુ ભાજપ આવી ગયું. નકલી લેટરકાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ અને સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. સરકારે નિર્લિપ્ત રાયને (IPS Nirlipt Rai) તપાસ સોંપી છે, આથી જનતાને વિશ્વાસ બેસે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ મુદ્દે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે.

આ પણ વાંચો -Amreli : Reels બનાવવાનાં ચક્કરમાં 15 વર્ષીય સગીરે કર્યો એવો અખતરો જાણી જીવ અધ્ધર થઈ જશે!

વિજય રૂપાણી અને દિલીપ સંઘાણીએ ઉત્તરાયણની કરી ઉજવણી

જણાવી દઈએ કે, પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે ઉત્તરાયણનાં (Uttarayan 2025) તહેવારની ઉજવણી કરી હતી. તેમણે પતંગ ચગાવ્યો હતો અને કહ્યું હતું કે, અત્યારે એકમાત્ર ભાજપનો પવન છે. સહકારી નેતા દિલીપ સંઘાણીએ પણ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી છે. રાજકીય ક્ષેત્રમાં પતંગ કપાવવા મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં પતંગ હંમેશા સ્થિર રાખ્યો છે. કોઈનો પતંગ કપાય નહીં એની કાળજી રાખી છે.

આ પણ વાંચો -Uttarayan 2025 : પતંગ ચગાવવા ધાબે જાઓ છો ? તો પહેલા જાણો લો આજે કેવો રહેશે પવન ?

Tags :
Advertisement

.

×