Amreli: લેટર કાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે SITની રચના કરવામાં આવી
- અમરેલી SP સંજય ખરાતેએ કરી સીટની રચના
- DySP એ.જી.ગોહિલ, મહિલા PI, મહિલા PSIનો SIT ટીમમાં સમાવેશ
- યુવતીના ગંભીર આક્ષેપો બાદ પોલીસે કરી સીટની રચના
Amreli: અમરેલીના લેટરકાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે સીટની રચના કરવામાં આવી છે. જેમાં અમરેલી SP સંજય ખરાતેએ સીટની રચના કરી છે. તેમાં DySP એ.જી.ગોહિલ, મહિલા PI, મહિલા PSIનો સીટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં યુવતીના ગંભીર આક્ષેપો બાદ પોલીસે સીટની રચના કરી છે. અગાઉ Amreli લેટરકાંડમાં પાટીદાર યુવતીએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં રાત્રીના સમયે ધરપકડ અને માર માર્યાનો પાયલ ગોટીએ પોલીસ સામે આક્ષેપ કર્યો હતા.
અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
પત્ર અંગે પોલીસને જાણ કરવા અંગે પાયલે ગોળગોળ જવાબ આપ્યો હતા. તેમજ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત અંગે પણ ઓળખતા ન હોવાનું જણાવ્યું હતુ. જેલમુક્તિ બાદ જેની ઠુમ્મર સાથે ગયા તે અંગે પણ ગોળગોળ જવાબ આપ્યો હતો, તેમજ પાયલ ગોટીને રાજકારણમાં જોડાવવાની ઈચ્છાઓ અંગે પૂછતા ઇન્કાર કર્યો હતો. પોલીસ તંત્ર દ્વારા અન્યાય થયો હોવાનું પાયલ ગોટીનું વારંવાર રટણ છે. તેમજ પાયલે જણાવ્યું છે કે કૌશિક વેકરીયા મોટાભાઈ જેવા, પત્ર દ્વારા રજૂઆત કરી છે. જેમાં મોડી રાત્રે 3 પોલીસ અને 2 મહિલા પોલીસ લઈ ગઈ હતી. જેમાં અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાયલ ગોટીએ પોતાના ગામ વિઠ્ઠલપૂર નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ દ્વારા આક્ષેપો કર્યા હતા.
પોલીસ સામે માર માર્યાનો આક્ષેપ પાયલ ગોટીએ કર્યો
પ્રેસ કોન્ફરન્સમાં એક માત્ર પોલીસે અન્યાય કર્યો અને રાત્રે ઘરેથી ઉપડી ગયાની વિગતો જણાવી હતી. તેમજ પોલીસ સામે માર માર્યાનો આક્ષેપ પાયલ ગોટીએ કર્યો હતા. પાયલે છૂટી ગયા બાદ 2 દિવસે કેમ પ્રેસ કોન્ફરન્સ યોજી તેના જવાબમાં જણાવ્યું કે તેની માનસિક સ્થિતિ સારી ન હતી. તેમજ નકલી પત્ર લખ્યો ત્યારે કેમ પોલીસને જાણ ના કરી તેના વિશે પાયલ ગોટીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. ગત રાત્રે કોણ કોંગ્રેસના નેતાઓ મળવા આવેલા તેના પર હું નથી ઓળખતી હોવાનું પાયલ ગોટીનું નિવેદન હતુ. તેમજ કૌશિક વેકરીયા મારા મોટાભાઈ છે ને 3 પાનાના પત્ર દ્વારા રજૂઆત કરી છે તે પત્ર કૌશિક વેકરીયાને મોકલાવીશ તેમ પાયલ ગોટીએ જણાવ્યું હતુ.
જાણો શું હતી સમગ્ર ઘટના
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Kutch: કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જતા રેસ્કયુની કામગીરી શરૂ