દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી 20 લાખ માંગ્યા, Kirti Patel ના ત્રાસથી યુટ્યુબરે પીધું ફિનાઈલ!
- Kirti Patel controversy: રાજકોટ-જેતપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) પર વધુ એક ગુનો
- કીર્તિ પટેલ (Kirti Patel) અને સાગરીતોની ધમકીથી યુવકે ફિનાઈલ પીધાનો આરોપ
- શિવરાત્રી મેળામાં સનાતન ધર્મ વિરુદ્ધ વીડિયોનો વિરોધ કર્યો
- યુટ્યુબર અબજલ સીડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ વીડિયો અપલોડ કર્યો
- વીડિયો હટાવવા દબાણ કરી ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપીનો આરોપ
Kirti Patel Controversy: સોશિયલ મીડિયા પર વિવાદોમાં રહેતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાયો છે. જૂનાગઢના શિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે સાધુ સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ બનાવેલા વીડિયોનો વિરોધ કરવો યુવકને એટલો ભારે પડ્યો કે તેને આત્મહત્યાનો પ્રયાસ કરવાની ફરજ પડી હતી.
કીર્તિ પટેલ (Kirti Patel) પર વધુ એક ગુનો નોંધાયો
તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા શિવરાત્રી મેળા (Shivratri Mela) દરમિયાન કીર્તિ પટેલે સાધુ-સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ કેટલાક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ વીડિયોનો વિરોધ યુટ્યુબર અબજલ સીડા (Abjal Sida)એ કર્યો હતો. અબજલ મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેણે કીર્તિ પટેલના વર્તનની ટીકા કરતો વળતો વીડિયો બનાવ્યો હતો.
20 લાખની ખંડણી અને દુષ્કર્મના કેસની ધમકી
અબજલના વીડિયોથી ઉશ્કેરાઈને કીર્તિ પટેલ (Kirti Patel) અને તેની ટોળકીના સભ્યો દિવ્યા સાવલાણી (Divya Savlani), જશપાલસિંહ (Jashpalsinh), હનુ ચાવડા (Hanu Chavda) અને વિરમ મેવાડા (Viram Mevada)એ યુવક પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આ આરોપીઓએ અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને વીડિયો હટાવી લેવા મજબૂર કર્યો હતો. એટલું જ નહીં, જો તે ન માને તો તેને ખોટા દુષ્કર્મના કેસ (Rape Case)માં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
Kirti Patel Controversy: કીર્તિ પટેલ પર વધુ એક ગુનો જેતપુરમાં ₹20 લાખની ખંડણી માંગી! | Gujarat First
\રાજકોટ-જેતપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક ગુનો
કીર્તિ પટેલ અને સાગરીતોની ધમકીથી યુવકે ફિનાઈલ પીધાનો આરોપ
શિવરાત્રી મેળામાં સનાતન ધર્મ વિરુદ્ધ વીડિયોનો વિરોધ કર્યો… pic.twitter.com/R1a7tT9q55— Gujarat First (@GujaratFirst) February 21, 2026
યુવકે બે વાર કર્યો આપઘાતનો પ્રયાસ
આરોપીઓ દ્વારા સતત મળી રહેલી ધમકીઓ અને ઘરે આવી જવાની ચીમકીથી ડરી ગયેલા અબજલે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. તેણે પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું અને ત્યારબાદ જેતપુર નવાગઢ (Jetpur Navagadh) પાસે ભાદરના પુલ (Bhadar Bridge) નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં આ યુવકની હાલત અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસ કાર્યવાહી
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ઉદ્યોગનગર પોલીસ (Udyognagar Police) મથકે કીર્તિ પટેલ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વારંવાર કાયદો હાથમાં લેતી કીર્તિ પટેલ સામે પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: Mehsana : લગ્ન પતાવી ઘરે પરત ફરતા જ રસ્તામાં કાળ ભેટ્યો! ઉનાવા નજીક ભયાનક અકસ્માતમાં 5 ના મોત, 6 ને ઇજા


