ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Arvind Kejriwal in Gujarat : ગુજરાતની મુલાકાતે અરવિંદ કેજરીવાલ, આવતીકાલે ખેડૂત સંમેલનમાં લેશે ભાગ

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચોરી છુપે દેશનાં કપાસનાં ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
12:25 AM Sep 07, 2025 IST | Vipul Sen
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચોરી છુપે દેશનાં કપાસનાં ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
Kejriwal_Gujarat_first
  1. ચોટીલામાં આવતીકાલે AAP ખેડૂત સંમેલન (Arvind Kejriwal in Gujarat)
  2. ખેડૂત સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા અરવિંદ કેજરીવાલ
  3. રાજકોટમાં AAP કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું કર્યું સ્વાગત
  4. વોટ ચોરી, ખેડૂત અને ઉદ્યોગોને લઈને કેજરીવાલને કર્યા વાર
  5. દેશમાં કપાસ ઉગાડતા ખેડૂતો સાથે વિશ્વાસઘાતઃ કેજરીવાલ

Rajkot : આમ આદમી પાર્ટીનાં (AAP) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે (Arvind Kejriwal in Gujarat) આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરમિયાન, વોટ ચોરી (Vote Chori), ખેડૂત અને ઉદ્યોગોને લઈને કેજરીવાલે ભાજપ (BJP) સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વોટ ચોરી ખૂબ ખોટી વસ્તું છે, સાચો મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે. આવતીકાલે તેઓ ચોટીલામાં (Chotila) યોજાનાર ખેડૂત સંમેલનમાં ભાગ લેશે.

આ પણ વાંચો - Jamnagar : ખરાબ રોડ રસ્તાઓના વિરોધમાં જામજોધપુરના MLA, ગ્રામજનો, ખેડૂતોની પદયાત્રા

Arvind Kejriwal નાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal in Gujarat) છે. આજે ગુજરાત પહોંચતા તેમનું રાજકોટ એરપોર્ટ પર પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યોજાયેલ જાહેર સભામાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચોરી છુપે દેશનાં કપાસનાં ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અમેરિકાનાં કપાસ પર 11% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે, આ નિર્ણય કપાસનાં ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરી દેશે.

આ પણ વાંચો - Junagadh : શાળા તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ, કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે આપી પ્રતિક્રિયા

"વોટ ચોરી ખૂબ ખોટી વસ્તું, સાચો મુદ્દો ઊઠાવવામાં આવ્યો"

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, સુરતનાં હીરા ઉદ્યોગ પર મંદીનાં વાદળ ઘેરાયા છે. 'વોટ ચોરી' મુદ્દે તેમણે કહ્યું કે, વોટ ચોરી ખૂબ ખોટી વસ્તું છે અને આ સાચો મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે. બીજેપીને લાગે છે કે હવે તે જીતી નહીં શકે એટલે હવે તેઓ વોટ ચોરી કરીને જીતવા માંગે છે. સભામાં આપ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia), ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) સહિતનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, આવતીકાલે અરવિંદ કેજરીવાલ ચોટીલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેશે.

આ પણ વાંચો - Mangadh માં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ બે પુરૂષ અને એક મહિલા હત્યારા નીકળ્યા,સગા ભાઇની કરી હતી હત્યા

Tags :
Aam Aadmi PartyAAP GujaratArvind KejriwalArvind Kejriwal in GujaratBJPChotilaDuty on CottonGopal ItaliaGUJARAT FIRST NEWSisudan gadhviRajkot AirportSuratTop Gujarati NewsVote Chori
Next Article