ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Local Elections: બોટાદની ગઢડા નગરપાલિકાની 24 બેઠકો પર મતદાન

સંવેદનશીલ મતદાન કેન્દ્રો બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
09:20 AM Feb 16, 2025 IST | SANJAY
સંવેદનશીલ મતદાન કેન્દ્રો બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Babubhai Jebaliya in Gadhada @ Gujaratfirst

Gujarat Local Elections:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં બોટાદની ગઢડા નગરપાલિકાની 24 બેઠકો પર મતદાન શરૂ થયુ છે. તેમાં ગઢડા નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 28 બેઠકો છે. જેમાં 4 બેઠકો બિનહરીફ થતા હવે 24 બેઠકો માટે જંગ છે. 21 હજારથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તેમાં 23 પૈકી 12 જેટલા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે.

સંવેદનશીલ મતદાન કેન્દ્રો બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સંવેદનશીલ મતદાન કેન્દ્રો બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા બાબુભાઈ જેબલિયાએ મતદાન કર્યું છે. બોટાદ રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયાએ પરીવાર સાથે મતદાન કર્યું છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં બાબુભાઈ જેબલીયાએ ગઢડા ખાતે બ્રાન્ચ શાળા - 2મા મતદાન કર્યું છે. તેમજ દરેક લોકોએ ફરજીયાત મતદાન કરવા અપીલ કરી છે. ગઢડા પાલિકા ચૂંટણી માટે એક રિઝર્વ સાથે ત્રણ ઝોનલ રૂટ નક્કી કરાયા છે. તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની પોલીસ ફોર્સ મુકાઇ છે. આ ઉપરાંત સતત પોલીસ પેટ્રોલીંગનો પણ એક્શન પ્લાન તૈયાર કરીને રાખવામાં આવ્યો છે.

18મીએ અહીં જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

સિહોર, ગારિયાધાર, તળાજા, બોટાદ અને ગઢડા ન.પા.ની ચૂંટણીમાં 77 મતદાન મથકને સંવેદશનશીલ બૂથની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાની ત્રણ તા.પં.ની પાંચ બેઠકમાં 7 અને ભાવનગર મહાપાલિકાની પેટા ચૂંટણીમાં 21 સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણી અન્વયે ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી હતી.

અગાઉ સાત વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી થવાની હતી

અગાઉ સાત વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી થવાની હતી. પરંતુ વોર્ડ નં.1 બિનહરીફ થતાં હવે 6 વોર્ડની 24 બેઠક માટે ચૂંટણી થઇ છે. આ માટે 12 સંવેદનશીલ મતદાન મથક મળી 23 બૂથ પર આજે સવારે 7 કલાકથી મતદાન શરૂ થયુ છે. જે માટે એક રિઝર્વ મળી ત્રણ ઝોનલ રૂટ નક્કી કરાયા છે. કુલ 141 કર્મચારી ચૂંટણી કામગીરીમાં તૈનાત કરાયા છે. ન.પા.ની ચૂંટણીમાં 10850 પુરૂષ અને 10277 સ્ત્રી તેમજ એક ત્રીજી જાતિના ઉમેદવાર મળી કુલ 21,188 મતદાર નોંધાયા છે. ગઢડાના કમલમ નગરપાલિકાના હોલમાં રિસિવિંગ સેન્ટર રહેશે અને 18મીએ અહીં જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Local Elections : ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

Tags :
AAPBJPBotadCongressGadhadaGujarat FirstGujarat Gujarat NewsGujarat Local ElectionsGujarati NewsGujarati Top NewsMunicipalElectionsTop Gujarati News
Next Article