Balaji Wafers ના 'ગીપ્પી ટોર્નેડો' ના નમૂના ટેસ્ટિંગમાં ફેઇલ, પડીકા ખાતા પહેલાં 100 વાર વિચારજો
Balaji Wafers Gippi Tornado: રાજ્યભરમાં બેરોકટોક વેચાતા પેકેજ્ડ ફૂડ (Packaged Food) અંગે મોટો ખુલાસો થયો છે. ટેસ્ટિંગ દરમિયાન લોકપ્રિય બ્રાન્ડ બાલાજી વેફર (Balaji Wafers) ના 'ગીપ્પી ટોર્નેડો' ના નમૂના ફેઇલ થયા છે. આ પ્રોડક્ટમાં નિર્ધારિત માત્રા કરતાં 4 ગણું વધારે ફેટ અને 5 ગણું વધારે નમક મળી આવતા તે આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.
Advertisement
Balaji Wafers Gippi Tornado: રાજ્યભરમાં બેરોકટોક વેચાતા પેકેજ્ડ ફૂડ (Packaged Food) ને લઇને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચિંતાજનક વિગતો પ્રકાશમાં આવી છે. બજારમાં બાળકો અને યુવાનોમાં લોકપ્રિય એવા પડીકા આરોગ્ય માટે અત્યંત જોખમી (Hazardous to Health) સાબિત થઇ રહ્યા છે. તાજેતરમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

