Rajkot: ભૂદેવોએ સંસ્કૃત ભાષામાં કરી ક્રિકેટ કોમેન્ટ્રી, ધોતી પહેરીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ
- અનોખી ક્રિકેટ કોમેન્ટ્રી તમે ક્યારેય નહીં સાંભળી હોય
- ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કારણ બની સંસ્કૃત કોમેન્ટ્રી
- ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સમાજ દ્વારા કરવામાં આવ્યું
Rajkot: ભારતમાં ક્રિકેટ યુવાનો માટે હંમેશા આકર્ષક રમત રમી રહ્યાં હોય છે, પરંતુ રાજકોટના પરાપીપળીયામાં અનોખી યોજાયેલ એક ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કારણ ક્રિકેટ નહીં પણ તેની એક અન્ય જ વિશેષતા છે. આ ક્રિકેટની વિશેષતા સંસ્કૃત ભાષાને લોકો સુધી પહોંચે તે માટે ક્રિકેટ કોમેન્ટ્રી સંસ્કૃત ભાષા કરવામાં આવી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સમાજ દ્વારા કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્મકાંડી બ્રાહ્મણો ભાગ લઈ ક્રિકેટ રમવા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો: Gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ નવા લસણની આવક નોંધાઈ, 15 કટ્ટાની આવક
કર્મકાંડ ભૂદેવ સંગઠન દ્વારા 2 દિવસની ક્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન
ભારતમાં લોકોમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતતા આવે એ માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હિરેન જોશીએ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે વાત કરતા કહ્યું કે, કર્મકાંડ ભૂદેવ સંગઠન દ્વારા 2 દિવસની ક્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતમાં કોમેન્ટ્રી આપવામાં આવી હતી. કર્મકાંડી બ્રાહ્રણો જ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લીધો અને મેચ સાથે સંસ્કૃત કોમેન્ટ્રીનો આંદન પણ માણ્યો હતો.
આ પણ વાંચો: Sutat: FREE FIRE ગેમમાં 14 હજાર હાર્યો, તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન?
મેચ રાજકોટના પરા પીપળીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ
આ ક્રિકેટ ટુર્નામેન્ટ સવારે 7 વાગ્યાથી સાંજના 7.30 સુધી રાજકોટના પરા પીપળીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ યોજાઈ હતી. આ મેચમાં જે પણ વિનર ટીમને સંસ્કૃતમાં લખેલું જ શિલ્ડ આપવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 150થી 180 બ્રાહ્મણોએ ભાગ લીધો ઋષિ પરંપરા મુજબ આ ટુર્નામેન્ટમાં જે 10 ટીમો ભાગ લીધો તે ટીમોના નામ પણ સંસ્કૃતમાં જ રાખવામાં આવ્યાં હતાં. જેમ કે અત્રિવિશ્વ, વિશ્વામિત્ર અને ગૌતમી જેવા નામો રાખવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: Surat: જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલાં વિવાદ, આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી
છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે
કર્મકાંડ ભુદેવ સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પરાપીપળીયા ગ્રાઉન્ડમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટે ભૂદેવ સમાજ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને જોવા માટે અનેક લોકો હાજર રહ્યાં હતાં.
અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો