Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot City Bus Accident : ડ્રાઇવર અંગે મોટો ખુલાસો! પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

પોલીસે ડ્રાઈવર સામે BNS ની કલમ 105 મુજબ ગુનો નોંધાયો છે. FSL દ્વારા પણ સ્થળ પરથી બ્લડનાં નમૂના લેવામાં આવ્યા છે.
rajkot city bus accident   ડ્રાઇવર અંગે મોટો ખુલાસો  પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો
Advertisement
  1. Rajkot માં સિટી બસ અકસ્માત કેસની તપાસમાં મોટો ખુલાસો (Rajkot City Bus Accident)
  2. અકસ્માત સર્જનાર ડ્રાઇવરનું લાઇસન્સ એક્સપાયર થયેલું હોવાનો ઘટસ્ફોટ
  3. ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો
  4. RMC એ સિટી બસના ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો!
  5. ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ થઈ છે : ઋષિકેશ પટેલ

રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસની (Rajkot City Bus Accident) તપાસમાં મોટો ખુલાસો થયો છે. અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું લાઇસન્સ એક્સપાયર થયેલું હતું. બીજી તરફ ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. ડ્રાઈવર સામે BNS ની કલમ 105 મુજબ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) નિવેદન પણ સામે આવ્યું છે.

અકસ્માતમાં 4 લોકોનાં મોત, ડ્રાઇવરનું લાઇસન્સ એક્સપાયર થયું હોવાનો ઘટસ્ફોટ

રાજકોટમાં આજે ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત (Rajkot City Bus Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા અને 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના સમયે લોકોનું ટોળું ભેગું થયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાઇસન્સ જ એક્સપાયર થયેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ થાય છે કે વગર લાઇસન્સે સિટી બસ ચલાવવાનો પરવાનો કોણે આપ્યો ? અકસ્માત મામલે PMI એજન્સી સંપૂર્ણ જવાબદાર છે ? મુખ્ય એજન્સી દ્વારા ભાજપના (BJP) કાર્યકર્તાને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હોવાની પણ વિગતો સામે આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Rajkot ગમખ્વાર અકસ્માત અપડેટ્સઃ સિટી બસના કોન્ટ્રાક્ટર છે શહેર ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર

ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

જણાવી દઈએ કે, રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) કાર્યવાહી કરીને ડ્રાઈવર શિશુપાલસિંહ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. માહિતી અનુસાર, પોલીસે ડ્રાઈવર સામે BNS ની કલમ 105 મુજબ ગુનો નોંધાયો છે. FSL દ્વારા પણ સ્થળ પરથી બ્લડનાં નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે, RTO ની તપાસમાં સામે આવ્યું છે કે બસની બ્રેક ફેઈલ થઈ નથી અથવા તો ટેક્નિકલ ક્ષતિ હોવાનું પણ સામે આવ્યું નથી. જો કે, બીજી તરફ RMC એ સિટી બસનાં ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરીને સંતોષ માન્યો હોવાની ચર્ચા છે. આ ગોઝારી ઘટના બાદ અત્યાર સુધી કોન્ટ્રાક્ટ એજન્સી સામે મનપા દ્વારા કાર્યવાહીની કોઈ જાહેરાત કરાઈ નથી. જવાબદાર એજન્સી સામે કાર્યવાહી થશે કે કેમ ? કે પછી એવા સવાલો પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Rajkot : રંગીલા શહેરમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો, જુઓ અકસ્માતનો Live Video

નશામાં હતો કે નહીં તે મુદ્દે તપાસ થશે : ઋષિકેશ પટેલ

આ ઘટના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ થઈ છે. ડ્રાઈવર બેભાન હાલતમાં છે. ભાનમાં આવશે એટલે પગલાં લેવાશે. તેમણે વધુમાં કહ્યું કે, ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ તપાસ કરાશે. નશામાં હતો કે નહીં તે મુદ્દે તપાસ થશે. હાલ, ડ્રાઈવરને ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Vadodara માં વિદ્યાર્થીએ મોત વ્હાલું કર્યુ, મોબાઈલના લીધે પરિવારે ખોયો કુળદીપક

Tags :
Advertisement

.

×