Amreli લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, એક મહિલા પોલીસ કર્મી સહિત 3 સસ્પેન્ડ
- અમરેલી SP સંજય ખરાતની મોટી કાર્યવાહી
- કિશન આસોદરિયા અને વરજાંગ મૂળયાસીયા સસ્પેન્ડ
- ફરજમાં બેદરકારી બદલ અમરેલી SPએ સસ્પેન્ડ કર્યા
Amreli લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમરેલી SP સંજય ખરાતે મોટી કાર્યવાહી કરી છે તેમાં એક મહિલા પોલીસ કર્મી સહિત 3 કર્મી સસ્પેન્ડ થયા છે. કિશન આસોદરિયા અને વરજાંગ મૂળયાસીયા તથા મહિલા પોલીસકર્મી હિના મેવાડા સસ્પેન્ડ થયા છે. તેમને ફરજમાં બેદરકારી બદલ અમરેલી SPએ સસ્પેન્ડ કર્યા છે.
Big Breaking: Amreli Letter Kand મામલે સૌથી મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ! @GujaratPolice @GujaratPolice @SP_Amreli #BigBreaking #Amreli #Letterkand #SP #Police #PayalGoti #Suspend #GujaratFirst pic.twitter.com/huE2ipYFjn
— Gujarat First (@GujaratFirst) January 12, 2025
લેટરકાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે સીટની રચના કરવામાં આવી
અમરેલીના લેટરકાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે સીટની રચના કરવામાં આવી હતી. જેમાં અમરેલી SP સંજય ખરાતેએ સીટની રચના કરી હતી. તેમાં DySP એ.જી.ગોહિલ, મહિલા PI, મહિલા PSIનો સીટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં યુવતીના ગંભીર આક્ષેપો બાદ પોલીસે સીટની રચના કરી હતી. અગાઉ Amreli લેટરકાંડમાં પાટીદાર યુવતીએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં રાત્રીના સમયે ધરપકડ અને માર માર્યાનો પાયલ ગોટીએ પોલીસ સામે આક્ષેપ કર્યો હતા.
અમરેલીના નકલી લેટર કાંડ મુદ્દે RTI એક્ટિવિસ્ટ મેદાને આવ્યા
ઉલ્લેખનીય છે કે અમરેલીના નકલી લેટર કાંડ મુદ્દે RTI એક્ટિવિસ્ટ મેદાને આવ્યા છે. જેમાં RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ CMને પત્ર લખ્યો છે. તેમાં સમગ્ર લેટર કાંડની તપાસ IPS નિર્લિપ્ત રાયને સોંપવા માગ કરી છે. કૌશિક વેકરિયાને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ આરોપીઓને દુષ્પ્રેરણા આપી બદનામી કરતા હોવાનો દાવો છે. સરકાર આ ઘટનાના મૂળ સુધી જઈને કાયદેસરના પગલા ભરે તેવી માગ કરી છે.
શું હતી સમગ્ર ઘટના ?
અમરેલી શહેર ભાજપ પ્રમુખના નક્લી લેટર પેડથી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે કિશોર કાનપરીયાએ પોલીસને ફરિયાદ કરી હતી. જેમા પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી મનીષની ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી મનિષ વઘાસિયાએ બનાવટી લેટરપેડ કુરિયર કર્યા હતા. કુરિયર મારફતે લેટરપેડ મોકલ્યા હતા. હાલ પોલીસે વધુ કેટલા બનાવટી લેટર પેડ બનાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે તેમના કાર્યાલય સહિત ઘરે પણ તપાસ શરૂ કરી છે. કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે જે પાંચ આરોપીની ધરપકડ કરી હતી તેમા એક યુવતી પણ હતી જેમાં હાલ યુવતીની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદી પણ પાટીદાર છે અને આરોપી પણ પાટીદાર છે.
આ પણ વાંચો: Junagadh: ફોરેસ્ટ વિભાગમાં રૂપિયા લઇ નોકરી અપાવવાનું કૌભાંડ