Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJKOT: ગૌચરની જમીન વિવાદમાં ભાજપ ધારાસભ્યની સરપંચ પદ છીનવવા ચીમકી

Rajkot: જમીન ધારકને ભાજપના ધારાસભ્ય સુધીના છેડા હોવાથી તે ધારાસભ્યએ આ જમીન પ્રકરણમાંથી હટી જવા માટે સરપંચને ધમકી આપીસ આપી હતી.
rajkot  ગૌચરની જમીન વિવાદમાં ભાજપ ધારાસભ્યની સરપંચ પદ છીનવવા ચીમકી
Advertisement
  1. ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચને મળી ધારસભ્યની ધમકી
  2. સરપંચને ધારાસભ્યએ સરપંચ પદ જતું રહેશે તેવી આપી ધમકી!
  3. ધારાસભ્ય સાથે સંબંધ હશે તો ગૌચરની જમીન પર દબાણ કરવાની શું છૂટ છે?

Rajkot: રાજકોટ તાલુકાના ખીજડીયા ગામે 5 થી 8 એકર ગૌચરની જમીન અને રસ્તો પચાવી પાડી છે. જેને લઇ ગામના સરપંચ ગોપાલસિંહ રેવાર દ્વારા દબાણ કરતાને નોટિસ આપી હતી. એટલું જ નહીં પરંતુ દબાણ દૂર કરવા સૂચના આપી પણ દબાણ દૂર ન કરતા DDO અને TDO ને જાણ કરી અને મામલતદારને રજૂત કરી હતી. જોકે જમીન ધારકને ભાજપના ધારાસભ્ય સુધીના છેડા હોવાથી તે ધારાસભ્યએ આ જમીન પ્રકરણમાંથી હટી જવા માટે સરપંચને ધમકી આપીસ આપી હતી.

આ પણ વાંચો: ગુજરાત ફર્સ્ટના Operation Asurના પડઘા બાદ કાર્યવાહી, શરાબના સોદાગરો સામે FIR દાખલ

Advertisement

ડૂતો સાથે થયેલા અન્યાય માટે જિલ્લા કલેકટરને રજૂઆત

ભાજપના ધારાસભ્યએ સરપંચને તારૂ પદ પણ જતું રહેશે તેવી ધમકી આપી છે. આજે કિસાન દિવસ છે, કિશન દિવસે ખેડૂતો સાથે થયેલા અન્યાય માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. ગામના સરપંચ DLR દ્વારા તૈયાર કરવામાં આવેલ ગામનો નકશો લઈ કલેકટર કચેરી પહોંચ્યા હતા. જેમાં ગૌચરની જમીનની સાથે સાથે ગાડા માર્ગ પણ દબાણ કરી દેવામાં આવ્યો છે. ગાડા માર્ગ દબાણ કરતા અન્ય ખેડૂતો જેમની જમીન પાછળના ભાગે આવી ત્યાં ખેડૂતો હવે પોતાના ખેતર સીધી પહોંચી શકતા નથી.

Advertisement

આ પણ વાંચો: Firing in Panchkula : જન્મદિવસની પાર્ટીમાં અંધાધૂધ ગોળીબાર, 3 મિત્રોની હત્યા

ખેડૂતો રજૂઆતમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

એટલું જ નહીં પરંતુ ખેડૂતની જમીન પણ પડાવી લેવા માટે તખતો તૈયાર કરવામાં આવતો હોવાનું આક્ષેપ કર્યો હતો. ખેડૂતો રજૂઆતમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જો આજે સાંજ 5 વાગ્યા સુધીમાં ખેડૂતોને ખેડૂત દિવસના દિવસે ન્યાય નહીં મળે તો આજે જે જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે. તેજ જગ્યા આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી છે. જોકે, આત્મવિલોપન ચીમકી ઉચ્ચારતા ધટના સ્થળે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે.

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ

આ પણ વાંચો: Gujarat: PMJAY યોજનામાં કૌભાંડોની વણઝાર બાદ આખરે નવા નિયમો બનાવાયા, વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
Advertisement

.

×