Rajkot : મેયર, ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ, પ્રદેશ હાઈકમાન્ડે 3 નિરીક્ષકો નીમ્યા
- Rajkot જિલ્લા તાલુકા પંચાયત માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
- જિલ્લા કમલમ કાર્યલય ખાતે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે
- આવતીકાલે રવિવારે રાજકોટ જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
- સવારે 9.30 કલાક થી 11 કલાક સુધી જિલ્લા પંચાયત સેન્સ પ્રક્રિયા ચાલશે
- કમલમ કાર્યલય ખાતે સંકલન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું
Rajkot : રાજકોટ મહાપાલિકા, ગોંડલ નગર પાલિકા અને જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં ભાજપના (bjp) એકતરફી વિજય બાદ હવે સ્થાનીક સ્વરાજની સંસ્થાઓના સુકાની નક્કિ કરવા માટે ભાજપ હાઈકમાન્ડે ચુંટણી (election) જેવી પ્રથા અપનાવી નિરીક્ષકોની નિમણુંક કરી છે. આવતીકાલે સવારે શહેર-જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાપાલિકામાં 72 બેઠકમાંથી 65 બેઠકમાં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે.
વિજેતા ઉમેદવારોમાં સુકાનીઓને લઈ ભારે ઉતેજના પ્રસરી છે
મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના સુકાનીઓની નિમણુંક માટે પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકોની ટીમ આવશે. શહેર ભાજપ કાર્યાલય ખાતે મેયરપદ સહિતના દાવેદારોને સાંભળી સંભવીત સુકાનીઓના નામ પ્રદેશને આપશે. આથી વિજેતા ઉમેદવારોમાં સુકાનીઓને લઈ ભારે ઉતેજના પ્રસરી છે. રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકમાંથી 155માં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. તેમાં રાજકોટ તાલુકામાં SC મહિલા, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી તાલુકા પંચાયતમાં જનરલ અને જસદણ, જેતપુર, પડધરીમાં મહિલા પ્રમુખ બનશે. જ્યારે ઓબીસીમાં ધોરાજી, ઉપલેટા અને વિંછીયા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે અને તેમાં ધોરાજી અને વિંછીયા તાલુકા પંચાયતમાં ઓબીસી મહિલા પ્રમુખનું રોટેશન નક્કિ થયું હોય વિજેતા મહિલા ઉમેદવારો પ્રમુખપદની દાવેદારી કરશે.
જાણો મેયર પદ માટે કોણ-કોણ છે દાવેદારો
મેયરની ખુરશી માટે હાલમાં પાંચ મુખ્ય નામો ચર્ચામાં છે, જેમાં પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પોતપોતાની રીતે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવી પાવરફુલ પોસ્ટ માટે ઘનશ્યામ હેરભા,પૂર્વ મેયર પ્રદીપ ડવ,નેહલ શુક્લ અને કેતન પટેલના નામ ચર્ચાની એરણે છે.
જાતિગત સમીકરણો અને ડેપ્યુટી મેયરના નામની ચર્ચા
ડેપ્યુટી મેયર તરીકે કોઈ મહિલા ઉમેદવારની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે.રાજકીય વિશ્લેષકોના મતે આ પદ માટે રઘુવંશી અથવા ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. ઉદય કાનગડ, દર્શિતા શાહ અને રમેશ ટીલાળા જેવા દિગ્ગજ નેતાઓ પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો : Election Result 2026 : રાજકોટ મહાનગર પાલિકામાં 72 બેઠકમાંથી 32 બેઠક ભાજપને ફાળે


