Rajkot : લોકોના આરોગ્ય સાથે ચેડાં યથાવત ! મેટોડા વિસ્તારમાંથી ઝડપાયો નકલી ડોક્ટર
- Rajkot : મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો
- રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી
- રાજમંગલ મુરત સહાની નામનો નકલી ડોક્ટર ઝડપાયો
- ડિગ્રી વિના જ આરોપી બની બેઠો હતો દાંતનો ડોક્ટર
- છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો નકલી દાંતનો ડોક્ટર
Rajkot : રાજ્યમાં અવારનવાર નકલી તબીબ ઝડપાતા હોય છે. ત્યારે વધુ એક નકલી ડોકટર ઝડપાયો છે. રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ડોકટરને SOG દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજમંગલ મુરત સહાની નામનો નકલી ડોકટર ઝડપાયો હતો. ડિગ્રી વિના જ આરોપી દાંતનો ડોક્ટર બની બેઠો હતો.
પોલીસે એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો
મળતી માહિતી અનુસાર આરોપી છેલ્લા 1 વર્ષથી મેટોડા GIDC વિસ્તારમાં પ્રેક્ટિસ કરતો હોવાનો પર્દાફાશ થયો છે. જેની બાતમી SOGને મળતા હોસ્પિટલમાં દરોડા પાડીને ડોકટરને ઝડપી પાડ્યો હતો. નકલી ડોકટર પાસેથી એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
છેલ્લા 1 વર્ષથી કરતો હતો ઈલાજ(Rajkot)
ઉલ્લેખનીય છે કે એવું નથી માત્ર પહેલી વખત ગુજરાત માંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. આ અગાઉ પણ (Rajkot) રાજકોટ, સુરત, પાટણ, મોરબી સહિતના અનેક શહેરોમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વખત મેટોડા GIDC વિસ્તારમાંથી નકલી ડોકટરને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજમંગલ મુરત સહાનીએ અનેક લોકોનો ઈલાજ કર્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ડોક્ટર પાસે ડિગ્રી ન હોવા છતા પણ તે છેલ્લા 1 વર્ષથી રાજકોટના મેટોડા વિસ્તારમાં દવાખાનું ચલાવતો હતો. આ સાથે દવાખાનમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ રાખતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બોગસ તબીબની ધરપકડ કરી છે. આ સાથે જ તેના પાસે રહેલા એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- અરવલ્લીમાં માઇનિંગ પર કેન્દ્રનો મોટો નિર્ણય: નવી લીઝ આપવા પર મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ


