Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kunvarji Bavaliya : ઉનાળામાં પણ રાજ્યમાં પાણીની સમસ્યા નહીં રહે : કુંવરજી બાવળિયા

કેબિનેટ મંત્રીએ આગળ કહ્યું કે, પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા છે.
kunvarji bavaliya   ઉનાળામાં પણ રાજ્યમાં પાણીની સમસ્યા નહીં રહે   કુંવરજી બાવળિયા
Advertisement
  1. રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન (Kunvarji Bavaliya)
  2. ઉનાળામાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીં રહે : કુંવરજી બાવળિયા
  3. રાજ્યમાં મોટા ભાગના ડેમોમાં સરેરાશ 50% જેટલું પાણી : કુંવરજી બાવળિયા
  4. રાજકોટનાં આજી-1 અને ન્યારી ડેમમાં 95% પાણી છે : કુંવરજી બાવળિયા

રાજ્યમાં ઉનાળાની સીઝન દરમિયાન પાણીની સમસ્યાને લઈ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ (Kunvarji Bavaliya) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઉનાળામાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીં રહે. કારણ કે રાજ્યમાં મોટાભાગનાં ડેમોમાં સરેરાશ 50% જેટલું પાણી છે. કેબિનેટ મંત્રીએ આગળ કહ્યું કે, પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા છે. સૌરાષ્ટ્રવાસીઓને પીવાના પાણીની ચિંતા કરવાની નથી.

આ પણ વાંચો - Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા

Advertisement

રાજકોટનાં આજી-1 અને ન્યારી ડેમમાં 95% પાણી છે : કુંવરજી બાવળિયા

રાજ્યમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની સમસ્યા અને પાણી કાપ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ (Kunvarji Bavaliya) પ્રતિક્રિયા આપી નાગરિકોને પાણીની સમસ્યાને લઈ ચિંતા ન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ઉનાળામાં રાજ્યનાં મોટાભાગનાં ડેમોમાં સરેરાશ 50% જેટલું પાણી છે. આથી, પાણીની સમસ્યા નહીં રહે. મંત્રીજીએ માહિતી આપતા આગળ કહ્યું કે, રાજકોટનાં (Rajkot) આજી-1 અને ન્યારી ડેમમાં 95% પાણી છે. પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા છે. જે ડેમો ખાલી છે તેમાંથી કાંપ કાઢવાની સૂચના અપાશે. સુજલામ સુફલામ જળ અભિયાન, કેચ ધ રેનની વ્યવસ્થા કરાશે.

Advertisement

આ પણ વાંચો - Gondal : ભાગેદારીમાં પેઢી ચલાવતા વેપારીનો પુત્ર 21 લાખની મતા લઈ ફરાર

'ખેતરનું પાણી ખેતરમાં જ રહે તે દિશામાં ખાસ ધ્યાન અપાશે'

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, રાજકોટની આજુબાજુ ડેમ બનાવી શકાય તેટલી મોટી જમીન નથી. જે ખેડૂતોને કાંપ લઈ જવા માંગતા હોય તે સ્વખર્ચે લઈ જઈ શકશે. ખેતરનું પાણી ખેતરમાં જ રહે તે દિશામાં ખાસ ધ્યાન અપાશે. તેમણે કહ્યું કે, પીવાના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા થશે. ડેમેજ નર્મદાની (Narmada) કેનાલો બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. સૌરાષ્ટ્રવાસીઓને પીવાના પાણીની ચિંતા કરવાની નથી.

આ પણ વાંચો - Junagadh : નરાધમ પિતાએ 1 મહિના સુધી દીકરીને પીંખી, હવે થયા આવા હાલ

Tags :
Advertisement

.

×