Rajkot: કુંવરજી બાવળિયાએ કોને ધમકી આપી? ઓડિયો થયો વાયરલ
- ધમકીની ગર્ભિત ભાષામાં ધમકી આપતો ઓડિયો વાયરલ
- શું કુંવરજી આ સંમેલન અટકાવવાના પ્રયાસ કરે છે?
- પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાને ધમકી આપતો ઓડિયો વાયરલ
Rajkot: વિંછીયાના થોરીયાળી ગામના બનાવને લઈ જે અસામાજિક તત્વો દ્વારા ઘનશ્યામ રાજપરાનું મર્ડર કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને નિર્દોષ કોળી સમાજના 92 લોકોને 17 જેટલી કલમો ઉમેરી 307 જેવા ગંભીર ગુનામાં ષડયંત્ર કરી ફસાવવાના કાવતરા કરવામાં આવ્યાં હતાં. હાલ જ્યારે કોળી સમાજના 92 જેટલા લોકો ઉપરથી આ કલમ અને આ કેસ પરત ખેંચવામાં આવે એવી સમગ્ર ગુજરાતની માંગ સાથે વિંછીયામાં જ્યારે કોળીને ઠાકોર સમાજનું મહા સંમેલન થતું હતું.
આ પણ વાંચો: 'વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું' ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ : CM ભૂપેન્દ્ર પટેલ
આ વાયરલ ઓડિયોમાં શું વાત થઈ હતી?
આ મહા સંમેલનનું પોતાને કોળી સમાજના મસિહા ગણતા કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya)ને શું પેટમાં દુઃખી રહ્યું છે? ધમકીની ભાષામાં વિંછીયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાને ગર્ભિત ભાષામાં ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. તેમાં તે એમ કહે છે કે, કોળી સમાજની એવી કોઈ તાકાત નથી કે આ કેસ પરત ખેંચવામાં આવે! અને હું હાથ ઊંચા કરી લઈશ પરંતુ આ ખરેખર ઘટનાની અંદર આ કુંવરજીએ આ કોળી સમાજ ઉપર થયેલ ખોટા કેસની અંદર ક્યાંય પણ મદદ કરેલી નથી અને જે મદદ કરતા એને પણ અટકાવવા એને પૂરા પ્રયાસ કર્યા છે.
આ પણ વાંચો: Gujarat Budget 2025 : મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત, વાંચો વિગત
ધમકી આપતો ઓડિયો વાયરલ થયો
નોંધનીય છે કે, હાલ ગુજરાતની અંદર વસતા ઠાકોરોને કોળી સમાજના લોકો એકત્રિત થઈ અને જેની ઉપર અત્યાચાર અન્યાય થાય છે એનો વિરોધ કરવા એકત્રિત થઈ રહ્યા છે. આ કુંવરજી આ સંમેલન અટકાવવાના પુરા પ્રયાસ કરે છે અને ગર્ભિત ભાષામાં પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાને ધમકી આપતો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે. સતત 35 વર્ષથી આ વિસ્તારના કોળી સમાજ તેમજ અન્ય સમાજને દબાવવાની રાજનીતિ કરતો કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya)નો ઓડિયો વાયરલ થયો છે.