ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: નકલી સોનું આપી લેવી હતી રૂપિયા 13 લાખની લોન! આવી રીતે ફૂટ્યો ભાંડો

Gondal: ગોંડલના કોલેજ ચોક ખાતે આવેલ ગોલ્ડ લોન બેંકમાં નકલી ચેઈન ગીરવે મૂકી રૂપિયા 13 લાખની લોન લેવા ગયેલ શખ્સનો ભાંડો ફૂટ્યો.
12:30 PM Jan 19, 2025 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલના કોલેજ ચોક ખાતે આવેલ ગોલ્ડ લોન બેંકમાં નકલી ચેઈન ગીરવે મૂકી રૂપિયા 13 લાખની લોન લેવા ગયેલ શખ્સનો ભાંડો ફૂટ્યો.
Gondal
  1. નકલી ચેઈન મૂકી 13 લાખની લોન લેવા ગયેલ ગ્રાહક સામે ફરિયાદ
  2. ગોલ્ડ લોન બેંકના બ્રાંચ મેનેજરે આરોપી સામે નોંધાવી પોલીસ ફરિયાદ
  3. ગોંડલ પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી ગુનો નોંધ્યો

Gondal: ગોંડલના કોલેજ ચોક ખાતે આવેલ ગોલ્ડ લોન બેંકમાં નકલી ચેઈન ગીરવે મૂકી રૂપિયા 13 લાખની લોન લેવા ગયેલ શખ્સનો ભાંડો ફૂટ્યો. આ મામલે બ્રાંચ મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ વ્યક્તિ નકલી ગોલ્ડ લઈને બેંકમાં લોન લેવા માટે પહોંચ્યો હતો. પરંતુ તેની ચોરી પકડાઈ ગઈને અને તેની સામે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Gujarat: છેલ્લા ત્રણ દિવસથી પડી રહીં છે કાતિલ ઠંડી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

બેંક મેનેજરે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને કેપ્રી ગોલ્ડ લોન બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા પ્રમીતભાઈ કાંતિભાઈ વઠવાણીયા (ઉ.33) એ ગોંડલના ધર્મેશ મનસુખભાઈ મકવાણા સામે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 16 તારીખે બેંકના જુના ગ્રાહક ધર્મેશભાઈ આવ્યા હતા અને પોતાને 12થી 13 લાખની જરૂર છે તેવી વાત કરી હતી. આ બાબતે લોન લેવા માટે પોતાની પાસે સોનાની ચેઈન છે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: શહેરમાં કૂતરાઓનો આતંક! અધધ એક જ મહિનામાં 2000 થી વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યાં

આરોપી સામે અન્ય ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું સામે આવ્યું

નોંધનીય છે કે, બેંક મેનેજરે ચેઈન લઈને આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ આરોપી ચેઈન લઈને આવ્યો જેનું વજન 239 ગ્રામ વજન હતું. આ ચેઈન વેલ્યુઅર હિતેશભાઈ પરમાર પાસે ચેક કરાવતા આ ચેઈન ખોટો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ મામલે ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ બેંક મેનેજરે સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પીઆઈ જે પી ગોસાઈએ આરોપીની ધરપકડ કરી ચેઈન કબજે કરી હતી. આ સાથે મહત્વની વાત એ પણ છે કે, આરોપી શાપર અને ગોંડલમાં દારૂ અને ઠગાઈ સહિત 3 ગુનામાં પકડાઈ ચુક્યો છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Mehsana: ઝળહળી ઉઠ્યું મોઢેરા સૂર્યમંદિર, ઘૂંઘરૂના ઝનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Capri Gold Loan BankFake gold chainGold LoanGold Loan BankGondal City B Division PoliceGondal City PoliceGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati News
Next Article