Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Airport પરથી 400 કિલો ચાંદી ઝડપાયા મામલે મોટો ખુલાસો, આટલા કિલો ચાંદી બિનહિસાબી નીકળી

Rajkot Airport Silver Seizure: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) પર ગત દિવસોમાં ઝડપાયેલા 400 કિલો ચાંદીના જથ્થા મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સત્તાવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિશાળ જથ્થામાંથી 181 કિલો ચાંદી સંપૂર્ણપણે બિનહિસાબી છે. આ ઘટસ્ફોટ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી છે.
rajkot airport પરથી 400 કિલો ચાંદી ઝડપાયા મામલે મોટો ખુલાસો   આટલા કિલો ચાંદી બિનહિસાબી નીકળી
Advertisement
  • Rajkot Airport પરથી 400 કિલો ચાંદી ઝડપાયાનો મામલો
  • 400 માંથી 181 કિલો ચાંદી બિનહિસાબી નીકળી
  • ઊંડાણ પૂર્વક તપાસ થશે તો ટેક્સ ચોરીના મોટા નેટવર્કનો થશે
  • આ મામલે હવે ED અને સેન્ટ્રલ GST કરશે તપાસ
  • આ પહેલા કેટલા કન્સાઈનમેન્ટ આવ્યા તેને લઈ પણ તપાસ
  • રાજકોટમાં કઈ પેઢીને આપવાનું હતું તે સૌથી મોટો સવાલ

Rajkot Airport Silver Seizure: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) પર ગત દિવસોમાં ઝડપાયેલા 400 કિલો ચાંદીના જથ્થા મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સત્તાવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિશાળ જથ્થામાંથી 181 કિલો ચાંદી સંપૂર્ણપણે બિનહિસાબી છે. આ ઘટસ્ફોટ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી છે અને ટેક્સ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.

Rajkot Airport પરથી 400 કિલો ચાંદી ઝડપાયાનો મામલો

રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સુવિધા દ્વારા મંગાવવામાં આવેલા 400 કિલો ચાંદીના જથ્થાની જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમાંથી માત્ર 219 કિલો ચાંદીના જ માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ હતા. બાકીની 181 કિલો ચાંદીનો કોઈ હિસાબ કે બિલ (Invoice) ન મળતા વિભાગ દ્વારા તેને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ મામલે હવે ED અને સેન્ટ્રલ GST કરશે તપાસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ મામલે યોગ્ય તપાસ થશે તો ગુજરાતમાં ચાલતા ટેક્સ ચોરીના (Tax Evasion) મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હાલમાં સેન્ટ્રલ GST (CGST) વિભાગ આ મામલે તપાસ ચલાવી રહ્યું છે, પરંતુ બિનહિસાબી જથ્થાની કિંમત અને તેની પાછળના શંકાસ્પદ વ્યવહારોને જોતા આગામી સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને પણ આ કેસ સોંપવામાં આવી શકે છે.

Advertisement

બિનહિસાબી જથ્થાએ જન્માવ્યા અનેક સવાલો

તપાસ એજન્સીઓ હવે એ દિશામાં પણ કામ કરી રહી છે કે આ પહેલા આ રીતે કેટલા કન્સાઈનમેન્ટ (Consignments) રાજકોટ આવ્યા હતા અને તેમાં કેટલું બિનહિસાબી ચાંદી લાવવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજકોટની કઈ પેઢી (Firm) આ જથ્થો મંગાવી રહી હતી અને આટલી મોટી માત્રામાં બિનહિસાબી કિંમતી ધાતુ લાવવાનો હેતુ શું હતો?

આ પણ વાંચો: Surendranagar Accident: લીંબડી-અમદાવાદ હાઈવે પર 108 એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×