Rajkot: સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ઉપર હુમલો, 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, જાણો સમગ્ર મામલો
- રાજકોટ સિવિલના (Rajkot Civil Hospital) ન્યુરોસર્જન ઉપર હુમલાનો મામલો
- જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલનું એલાન
- આજથી 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા
- ડોક્ટર પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડાએ કર્યો હતો હુમલો
- જયદીપ ચાવડાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માગણી
- CCTV અધૂરા છે તેવો પરિવાર દ્વારા કરાયો આક્ષેપ
Rajkot : રાજકોટમાં સિવિલ હોસ્પિટલના (Rajkot Civil Hospital) ન્યુરો સર્જન (neurosurgeon) ઉપર હુમલાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને લઈને રોષે ભરાયેલા જુનિયર ડોક્ટર એસોસિએશન (Junior Doctor Association) દ્વારા હડતાળનું એલાન કરાયું છે. જેથી ડોક્ટરો OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખશે અને માત્ર ઇમરજન્સી સેવામાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો કાર્યરત રહેશે.
આજથી 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા
જુનિયર ડોક્ટર એસોસિએશનના જણાવ્યા મુજબ આજથી 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતરવાના છે. ડોક્ટરો OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખશે જેના કારમે ઘણા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડશે . જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખશે તેમ જણાવ્યું છે. જો કે, ડોકટરોના વિરોધને કારણે હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાશે. અને આ હડતાળના કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે તે નક્કી છે.
ડોક્ટરોની શું છે માંગણી ?
ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો કરનાર જયદીપ ચાવડાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ ગત 28 મી ડિસેમ્બરના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારીનો બનાવ બન્યો હતો આ મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જોકે સામે પરિવાર દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો CCTV અધૂરા છે જેથી પૂરા CCTV ચકાસણી કરી કાર્યવાહી કરવા પરિવાર જનો પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જયદીપ ચાવડા ત્યાં સેવા કરવા ગયો હતો દર્દીને બ્લડ ની જરૂર હતી બ્લડ દેવા ગયો હતો..
શું બની હતી સમગ્ર ઘટના ?
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવારે ન્યુરોસર્જન વિભાગના (Neurosurgery Department) ડૉ. પાર્થ પંડ્યા જ્યારે ફરજ પર હતા ત્યારે એક દર્દીનાં પરિવારના શખ્સ દ્વારા ડોક્ટર સાથે કોઈ બાબતે બોલાચાલી કરી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ડોક્ટરને બેહરેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે હવે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Rajkot : માવો ખાવાની બાબતે એક વિદ્યાર્થીએ અન્ય 2 વિદ્યાર્થીઓ ઉપર કર્યો જીવલેણ હુમલો


