Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Airport પર સેન્ટ્રલ IBનું મોટું ઓપરેશન, 400 કિલો ચાંદી ઝડપાઈ, જાણો શું ખુલાસો થયો?

Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (Central IB) દ્વારા એક ગુપ્ત બાતમીના આધારે મોટું ઓપરેશન (Operation) હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન એરપોર્ટ પરથી અંદાજે 400 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
rajkot airport પર સેન્ટ્રલ ibનું મોટું ઓપરેશન  400 કિલો ચાંદી ઝડપાઈ  જાણો શું ખુલાસો થયો
Advertisement
  • Rajkot Airport પર સેન્ટ્રલ IBનું મોટું ઓપરેશન
  • રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડની ચાંદી ઝડપાઈ
  • તંત્રએ અંદાજે 400 કિલો ચાંદી જપ્ત કરી
  • વારાણસીથી આ ચાંદીનો જથ્થો રાજકોટ મોકલાયો હતો
  • સનરાઈઝ પેઢીના વેપારીએ મોકલ્યા હોવાનો ખુલાસો

Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (Central IB) દ્વારા એક ગુપ્ત બાતમીના આધારે મોટું ઓપરેશન (Operation) હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન એરપોર્ટ પરથી અંદાજે 400 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. વારાણસીથી (Varanasi) મોકલવામાં આવેલો આ ચાંદીનો જથ્થો રાજકોટ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ તેને કબ્જે કર્યો હતો.

Rajkot Airport પર સેન્ટ્રલ IBનું મોટું ઓપરેશન

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ચાંદીનો જથ્થો વારાણસીની 'સનરાઈઝ પેઢી' (Sunrise Firm) ના વેપારી દ્વારા રાજકોટ મોકલવામાં આવ્યો હતો. આ ચાંદી રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક વેપારીની હોવાની વિગતો મળી છે. આ જથ્થો રાજકોટની અલગ-અલગ 5 પેઢીઓમાં પહોંચાડવાનો હતો. જોકે, જ્યારે તપાસ અધિકારીઓએ આ ચાંદી અંગેના કાયદેસરના પુરાવા કે દસ્તાવેજો માંગ્યા, ત્યારે વેપારીઓ જરૂરી પુરાવા (Evidences) રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

Advertisement

Advertisement

IT અને GST વિભાગની સંયુક્ત તપાસ

આટલી મોટી માત્રામાં બિનહિસાબી ચાંદી ઝડપાતા હવે આ કેસમાં ઇન્કમટેક્સ (Income Tax) અને જીએસટી (GST) વિભાગની પણ મદદ લેવામાં આવી શકે છે. અધિકારીઓ દ્વારા જૂના બિલિંગ ડેટા (Billing Data) એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે અત્યાર સુધીમાં આ નેટવર્ક દ્વારા કેટલો માલ મોકલવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહીથી રાજકોટના સોના-ચાંદીના બજારમાં (Bullion Market) ફફડાટ ફેલાઈ ગયો છે. લાંબા સમયથી ચાલતા આ સંભવિત રેકેટનો (Network) ટૂંક સમયમાં પર્દાફાશ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Ahmedabad Metro Timing: અમદાવાદીઓ માટે ખુશખબર! હવે રાત્રે આટલા વાગ્યા સુધી કરી શકાશે મેટ્રોની મુસાફરી

Tags :
Advertisement

.

×