Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CGST ની નોટિસ, મીડિયાની પ્રવેશબંધી અને માલિકોનો ઢાંકપિછોડો! Gopal Namkeen fire સવાલોનાં ઘેરામાં

ગઈકાલે Gopal Namkeen નાં માલિકો મીડિયા સમક્ષ લાજવાનાં બદલે ગાજી રહ્યા હતા.
cgst ની નોટિસ  મીડિયાની પ્રવેશબંધી અને માલિકોનો ઢાંકપિછોડો  gopal namkeen fire સવાલોનાં ઘેરામાં
Advertisement
  1. રાજકોટ Gopal Namkeen Fire ને લઇ અનેક તર્ક વિતર્ક
  2. ગોપાલ નમકીનની ફેક્ટરીમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યાં છે
  3. CGST અને ફૂડની કાર્યવાહી બાદ આગ લાગતા અનેક સવાલ

રાજકોટમાં (Rajkot) ગઈકાલે લોધિકાની મેટોડા GIDC માં આવેલી અને નામાંકિત ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની (Fire Department) ટીમો હાલ પણ કામગીરી કરી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક અને સવાલો થઈ રહ્યા છે. CGST અને ફૂડની કાર્યવાહી બાદ આગ લાગતા કંપની સવાલોનાં ઘેરામાં ફસાઈ છે.

આ પણ વાંચો - RAJKOT માં TRP ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ! ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો

Advertisement

થોડા દિવસ પહેલા CGST અને ફૂડ વિભાગ દ્વારા કરાઈ હતી કાર્યવાહી

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ (Gopal Namkeen Fire) લાગવાની ઘટના બાદ લોકો વચ્ચે અનેક સવાલ થઈ રહ્યા છે. કારણ કે, કંપનીમાં થોડા દિવસ પહેલા જ CGST અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગોપાલ નમકીનને ચાર દિવસ પહેલા ટેક્સ મામલે CGST નાં જોઈન્ટ કમિશનરે પેનલ્ટી સાથે રૂ. 13.50 કરોડની રકમ ભરવા નોટિસ પાઠવી હતી. બીજી તરફ ગોપાલ નમકીન કંપનીએ થોડા સમય પહેલા IPO પણ બહાર પડ્યો હતો. ત્યારે એવા સવાલ થઈ રહ્યા છે કે શું ટેક્સ ચોરી સહિતનાં કાંડ બહાર ન આવે તે માટે આ આગ લગાવવામાં આવી છે ? આ સાથે એવી પણ ચર્ચા છે કે ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી તેનાં લગભગ 1 કલાક બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને મોડેથી જાણ કરવામાં આવતા આગ એ વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાની ચર્ચા છે.

Advertisement

આ પણ વાંચો - Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો

Gopal Namkeen નાં માલિકો મીડિયા સમક્ષ લાજવાનાં બદલે ગાજ્યા!

જણાવી દઈએ કે, ગઈકાલે Gopal Namkeen નાં માલિકો મીડિયા સમક્ષ લાજવાનાં બદલે ગાજી રહ્યા હતા. તેમણે અને કંપનીનાં કેટલાક કર્મચારીઓએ મીડિયા સાથે ગેરવર્તણૂંક પણ કરી હતી. મીડિયાનાં પ્રવેશ પર પ્રતિબંધ અને કર્મચારીઓને મીડિયાથી દૂર રખાતા સવાલ થાય છે કે ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ અકસ્માતે લાગી હતી અને કે પછી લગાવવામાં આવી હતી ? ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ગઈકાલે લાગેલી આગ (Gopal Namkeen Fire) પર કાબૂ મેળવવા હાલ પણ ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગોપાલ નમકીનની ફેક્ટરીમાંથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યાં છે.

Gopal Namkeen ની ફેક્ટરીમાં આગની ઘટના બાદ અનેક સવાલ..!

> સામાન્ય શોર્ટ સર્કિટમાં આગ કેવી રીતે વિકરાળ બની ?
> ફેકટરીમાં 400 લોકોનાં જીવ જોખમમાં મૂકીને આગ લાગી કે લગાવાઇ ?
> શું ગોપાલ નમકીનને મળેલી CGST ની નોટિસનું આગ સાથે કોઈ કનેકશન છે ?
> TRP ગેમઝોનની આગ બાદની સૌથી વિકરાળ આગમાં બેદરકારી તંત્ર શોધશે ?
> મહાનગર અને જિલ્લા તંત્ર વચ્ચેની ફેંકાફેંકીમાં અધિકારીઓ કારણ શોધી શકશે ?
> શું ગોપાલ નમકીનની ફેક્ટરીમાં કોઈ મોટી ગોલમાલ છે ?
> ગોપાલ નમકીનનાં સંચાલકોએ પોતાનું પાપ છુપાવવા મીડિયાની પ્રવેશબંધી કરી ?

આ પણ વાંચો - Rajkot : જાણીતી Gopal Namkeen ની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર સેફ્ટીને લઈ ઊભા થયાં અનેક સવાલ!

Tags :
Advertisement

.

×