Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓના હવાતિયા, વધુ એક આરોપીએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર
- ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા
- સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં જમીન અરજી કરી
- અગ્નિકાંડમાં ઈલેશ ખેર સહિત 15 આરોપીઓ સામે ફરિયાદ
Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓના હવાતિયા સામે આવ્યા છે. જેમાં અગ્નિકાંડના વધુ એક આરોપીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં જમીન અરજી કરી છે. અગ્નિકાંડમાં ઈલેશ ખેર સહિત 15 આરોપીઓ સામે ફરિયાદ થઇ છે.
15 આરોપીઓમાંથી 4 આરોપીઓ હાલ જમીન ઉપર
15 આરોપીઓમાંથી 4 આરોપીઓ હાલ જમીન ઉપર છે. સસ્પેન્ડ TPO સાગઠિયા સહિત 11 આરોપીઓ હજુ જેલમાં છે. અગાઉ સાગઠિયાના જામીન હાઇકોર્ટ નામંજૂર કર્યા હતા. અગ્નિ કાંડ સર્જાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ અગ્નિ કાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારે ન્યાય મળશે તેની રાહમાં બેઠા છે. અગ્નિ કાંડમાં એક નહીં બે નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિ કાંડમાં 27 લોકો આગમાં તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિ કાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે વિધિના લેખ 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
ઉનાળાના વેકેશનનો સમય હતો. શનિવારનો દિવસ લોકો પોતાના સ્વજનોને ત્યાં રોકાવા પણ આવ્યા હતા. તો બીજી તરફ ગેમ ઝોનના સંચાલકોએ લોકોને આકર્ષવા માટે જુદી જુદી ગેમની સ્કીમો પણ બહાર પાડી હતી. જેના કારણે સામાન્ય દિવસો કરતા લોકોની ભીડ પણ વધુ જોવા મળી હતી. લોકો થોડીક ક્ષણો પૂર્વે જે ગેમ ઝોનમાં આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. ત્યારે થોડીક જ ક્ષણોમાં પળભરનો આનંદ લોકોની ચીચીયારીઓમાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગના રેસ્ક્યૂ ઓપરેશનમાં એક પણ વ્યક્તિ જીવતો બહાર ન નીકળી શક્યો હોવાનું સામે આવ્યું હતું. ગેમ ઝોન ખાતેથી નીકળી શકી હતી તો માત્ર આગમાં ભડથું થઈ ગયેલા માસૂમોની લાશ.
હજુ સુધી આ મામલે કોઈપણ નિર્ણય લેવામાં નથી આવ્યો
સમગ્ર બનાવ સંદર્ભે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે TRP ગેમ ઝોનના ભાગીદારો અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન, અશોક સિંહ જાડેજા, કિરીટ સિંહ જાડેજા, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી, મહેશ રાઠોડ, બી.જે.ઠેબા, આઈ.વી.ખેર, મનસુખ સાગઠીયા, ગૌતમ જોષી, મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, રોહિત વિગોરા સહિત કુલ 16 વ્યક્તિઓ વિરુદ્ધ IPC ની કલમ 304, 308, 337, 338, 114 સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંતર્ગત જુલાઈ 2024માં નીચલી કોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો 21 / 08 / 2024મા સેશન્સ કમિટ થતા મામલો સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: SOG અને સમાજ સુરક્ષા વિભાગે પશ્વિમ બંગાળના 20 જેટલા બાળકોને કરાવ્યા મુક્ત