Rajkot: 'અમારા પાસે જેટલું હશે એ આપીશું પણ કામ ક્વોલિટીવાળું કરજો', CM ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટના મેયરને ટકોર
Rajkot માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેયર નેહલ શુક્લને વિકાસ કામોની ગુણવત્તા અંગે ટકોર કરતાં કહ્યું કે સરકાર જરૂરી તમામ નાણાં આપશે, પરંતુ કામ ક્વોલિટીવાળું હોવું જોઈએ. જંગલેશ્વર ડિમોલેશન વિવાદ બાદ આ નિવેદન મહત્વપૂર્ણ બન્યું છે. તેમણે યોગ, વિકાસ, વિરાસત અને 2030 કોમનવેલ્થ માટે ગુજરાતની તૈયારી અંગે પણ મહત્વપૂર્ણ વાતો કરી.
Advertisement
Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમના હસ્તે 268 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના વિકાસ કામોની ગુણવત્તાને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ખાસ કરીને રાજકોટના મેયર નેહલ શુક્લને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર વિકાસ કામો માટે જરૂરી નાણાં આપવા તૈયાર છે, પરંતુ કામ સારી ગુણવત્તાવાળું કરજો. જંગલેશ્વર ડિમોલેશન વિવાદ બાદ મુખ્યમંત્રીની આ ટકોરને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

