Rajkot: કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ
- નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ સામે ગુનો નોંધાયો
- ધાર્મિક વિધિના બહાને માતા-પિતા અને પુત્રની કરી હતી હત્યા
- વાંકાનેરમાં પણ તાંત્રિક સહિતના વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો
Rajkot: રાજકોટના સિરિયલ કિલર નવલસિંહ ચાવડા સામે વધુ એક ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે. નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ સામે પડધરી પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિરિયલ કિલર નવલસિંહ ચાવડાએ ધાર્મિક વિધિના બહાને ફરિયાદીના માતા-પિતા અને પુત્રની કરી હતી હત્યા. પડઘરીના રામપરા પાસે દવા પીવડાવી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: સોલા Civil Hospital માં Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો!
પડઘરીના રામપરા પાસે દવા પીવડાવી નીપજાવી હત્યા
પડધરી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે. સિરિયલ કિલર નવલસિંહ ચાવડાએ જીગર ગોહિલ સાથે મળીને ત્રણ લોકોને ઝેરી દવા પીવડાવીને હત્યાં કરી હતી. આ સમગ્ર ઘટનાને મે મહિનામાં અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે, માતા, પિતા અને પુત્રની રિક્ષામાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. કાર્યવાહી કરતા અત્યારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જીગર ગોહિલને ઝડપી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરત બાદ હવે Morbi માંથી Bogus Doctors ઝડપાયા, એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન જપ્ત
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધાઈ હતી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ નવલસિંહ ચાવડા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ ગુનો થયો હતો. નવલસિંહ ચાવડા જે સિરિયલ કિલર છે તેને અત્યારે સુધીમાં અનેક લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસ કસ્ટડીમાં તેનું પણ મોત થયું હતું. પરંતુ આ નવલસિંહ ચાવડા અનેક નિર્દોષ લોકોની હત્યા ધાર્મિક વિધિના બહાને અને પૈસા ડબલ કરી આપવાના બહાને કરતો હતો. જો કે, પોલીસે અત્યારે આ દિશામાં વધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch : ગુજરાતને કલંકિત કરતી ઝઘડિયા દુષ્કર્મ ઘટના અંગે પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું ?