Rajkot : રંગીલા શહેરમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો, જુઓ અકસ્માતનો Live Video
- રફ્તારથી કાળો કહેર સિટી બસચાલક યમદૂત બન્યો
- ઈન્દિરા સર્કલ પાસે અકસ્માત થયો હતો
- યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો
Rajkot : રાજકોટમાં આજે ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. તેમજ અકસ્માત બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.
દરેક મૃતકના પરિવારજન માટે 15-15 લાખ રૂપિયાની સહાય
રાજકોટ-સિટી બસ સેવાને લઇને RMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના પરિવારજન માટે 15-15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તેમજ ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવામાં આવી છે. RMC દ્વારા શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. સીટ બસ સેવાના ઓપરેશનમાં જોડાયેલી વિસ્મય એજન્સીને તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે. કુલ 7 ટુ વ્હીલર, 1 રિક્ષા અને 1 ફોર વ્હિલરને અડફેટે લીધા છે. તેમજ આખી ઘટનામાં 4 લોકોના મોત અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
-રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ કર્યો રક્તરંજિત
-સિટી બસનો કાળો કહેર, ત્રણ હતભાગીના અકાળે મોત
-રાજકોટવાસીઓમાં ભારોભાર આક્રોશ, નેતાઓને સવાલ
-યમદૂત બનેલી સિટી બસનો જનતાએ વાળ્યો કચ્ચરઘાણ
-પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ
-છાકટા બનતા રફ્તારના રાક્ષસો પર લગામ… pic.twitter.com/ABbP03GnNi— Gujarat First (@GujaratFirst) April 16, 2025
અકસ્માત સ્થળ પર સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો
અકસ્માત સ્થળ પર સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે. અકસ્માતમાં બસ-ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમજ અકસ્માતમાં સંગીતાબેન બહાદુર નેપાળી, (ઉંમર 40) તથા રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35)ના નામ સામે આવ્યા છે. મૃતક સંગીતાબેન બેલ બહાદુર નેપાળી ઈન્દિરા સર્કલ પાસે બ્યૂટિપાર્લરમાં નોકરી કરે છે, જ્યારે અન્ય મૃતક રાજુભાઈ મનુભાઇ ગીડા સત્યમ પાર્ક, શેરી નંબર- 1, 80 ફૂટ રોડ ખાતે રહે છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા.
અકસ્માકમાં ઈજાગ્રસ્તનાં નામ
1. સુરેશ ધર્મેશભાઈ રાવલ
2. વિશાલ મકવાણા
રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધા છે. જેમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. શહેરમાં સિટી બસની રફ્તારથી કાળો કહેર સામે આવ્યો છે. તેમાં સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. યમદૂત બનેલી સિટી બસ પર લોકોએ પથ્થરમારો કર્યો છે. જેમાં અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો છે. જેમાં સિટી બસનો કાળો કહેર થતા ચાર હતભાગીના અકાળે મોત થયા છે. તેમાં રાજકોટવાસીઓમાં ભારોભાર આક્રોશ સાથે નેતાઓને સવાલ છે.
યમદૂત બનેલી સિટી બસનો જનતાએ કચ્ચરઘાણ વાળ્યો
યમદૂત બનેલી સિટી બસનો જનતાએ કચ્ચરઘાણ વાળ્યો છે. પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે. છાકટા બનતા રફ્તારના રાક્ષસો પર લગામ લગાવવા માગ કરવામાં આવી રહી છે. મૃતકના પરિજનોને ન્યાય આપવાની લોકોએ માગ કરી છે. તેમજ રસ્તા પર ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ થયો છે.
આ પણ વાંચો: Rajkot ગમખ્વાર અકસ્માતમાં 4 નિર્દોષોના મોત, વિજય રૂપાણીએ વ્યકત કરી સંવેદના