Rajkot: ધોરાજીમાં જૂથ અથડામણ, હોસ્પિટલ પરિસરમાં પણ ઘર્ષણ, અનેક લોકો લોહીલુહાણ
- Rajkot ના Dhoraji માં 2 જૂથ વચ્ચે અથડામણ
- પાંચ પીરની વાડી વિસ્તારમાં નજીવી બાબતે ધીંગાણું
- નાના બાળકોની રમવા બાબત બોલાચાલી બાદ બબાલ
- લાકડીઓ અને લોખંડના પાઇપ વડે સામસામે હુમલો
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- બંને જૂથ વચ્ચે હોસ્પિટલમાં પણ મારામારીના આક્ષેપ
Rajkot: રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી (Dhoraji) માં પાંચ પીરની વાડી વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ (Violent Clash) થઈ હોવાની ઘટના સામે આવી છે. નાના બાળકોના રમવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મામલો સશસ્ત્ર ધીંગાણા સુધી પહોંચ્યો હતો.
Rajkot માં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે હિંસક મારામારી
બંને પક્ષોએ એકબીજા પર લાકડીઓ અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હિંસક મારામારીમાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પરિસરમાં પણ ઘર્ષણ
ગંભીર આક્ષેપો મુજબ, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ત્યાં પણ બંને જૂથો વચ્ચે ફરી ઘર્ષણ અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં થયેલા આ હંગામાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. ભોગ બનનારના સગા ઇશુભાઇ અને ઉમરભાઇએ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો (Police Convoy) તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે અને સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ (Cross-Complaint) નોંધીને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


