Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : એવું તો શું થયું કે CM Bhupendra Patel ને સમાજને કરવી પડી આ ટકોર!

જિલ્લાના લોધિકા તાલુકાનાં જસવંતપુર ગામે નાગરાદિ શૈલીનું ઊમિયા માતાજીનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
rajkot   એવું તો શું થયું કે cm bhupendra patel ને સમાજને કરવી પડી આ ટકોર
Advertisement
  1. CM Bhupendra Patel આજે રાજકોટની મુલાકાતે
  2. જસવંતપુર ગામે ઊમિયા માતાજીનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યું
  3. સમાજને ટકોર કરતા કહ્યું - સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે!

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે રાજકોટની મુલાકાતે છે. દરમિયાન, તેમણે જસવંતપુર ગામે ઊમિયા માતાજીનાં (Umiya Mataji) ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું અને કરોડોનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યુ હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાજને ટકોર કરી હતી કે, સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. ગુજરાત સરકાર પણ દરેક ઝોનમાં "સાંસ્કૃતિક યોદ્ધા" કાર્યક્રમ કરી રહી છે.

આ પણ વાંચો - Valsad : ગુલ્લીબાજ શિક્ષક દંપતી 4 મહિનાથી શાળામાં ગેરહાજર, શિક્ષણ વિભાગ હવે એક્શનમાં!

Advertisement

Advertisement

પરસોતમ રૂપાલાએ કહ્યું તે સાચી વાત છે : CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે રાજકોટની (Rajkot) મુલાકાતે છે. અહીં, જિલ્લાના લોધિકા તાલુકાનાં જસવંતપુર ગામે નાગરાદિ શૈલીનું ઊમિયા માતાજીનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સાથે જ રૂ. 793.45 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. દરમિયાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાજને ટકોર કરતા કહ્યું કે, સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. પરશોત્તમ રૂપાલાએ કહ્યું તે સાચી વાત છે. સેવ કલચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં "સાંસ્કૃતિક યોદ્ધા" કાર્યક્રમ કરી રહ્યા છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હવે આગામી દિવસોમાં સુરત (Surat) અને રાજકોટમાં આ કાર્યક્રમ કરીશું.

આ પણ વાંચો - Surat : બોગસ ડૉક્ટર બનાવવાનાં કૌભાંડમાં વધુ એક ખુલાસો! આરોપીઓનાં કાંડ જાણી ચોંકી જશો!

CM RMC અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બનાવેલ આવાસની ફાળવણી કરશે

જણાવી દઈએ કે, મુખ્યમંત્રીનાં રાજકોટ કાર્યક્રમ દરમિયાન મનપા દ્વારા બનાવામાં આવેલ 1010 આવાસ અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બનાવામાં આવેલ 210 આવાસોને ડ્રો મારફતે ફાળવવામાં આવશે. ઉપરાંત, 22 CNG બસો અને ડ્રેનેજ વિભાગનાં ઉપયોગ માટેનાં 7 જેટલી જેટિંગ મશીન વાહનોને ફ્લેગ માર્ચ અપાશે.

આ પણ વાંચો - Morbi : ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×