ખેડૂતોની વ્હારે કોંગ્રેસ! Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત
- કોંગ્રેસ નેતા Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત
- ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસ આવી ખેડૂતોની પડખે
- કપાસના પાક સંદર્ભે આપ્યા નુકસાનના અંદાજિત આંકડા
- જગતના તાતને જીવવા દેજો નામે સોશિયલ મીડિયા પોસ્ટ
- નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએઃ પરેશ ધાનાણી
- 8 નવેમ્બર સુધી ખેડૂતો માટે કોંગ્રેસનો 'ખેતી બચાવો સત્યાગ્રહ'
- આજે ધારી અને ખાંભામાં ખેડૂતો માટે કોંગ્રેસનું હલ્લાબોલ
Pareshbhai Dhanani in support of farmers : છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ સામાન્ય નાગરકિની સાથે જગતના તાતને પણ ખૂબ પરેશાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં કમોસમી વરસાદે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન કર્યું છે. જેના કારણે ખેેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. ત્યારે એકબાજુ રાજ્યની સરકાર આ મુદ્દે ગંભીર થઇને ટૂંક સમયમાં ખેડૂતો માટે સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે “ખેતી બચાવો સત્યાગ્રહ” નામે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર અને તેમની સમસ્યાઓ અંગે સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
પરેશ ધાનાણીનો ખેડૂતોને ટેકો
કોંગ્રેસના જાણીતા નેતા પરેશભાઈ ધાનાણી ખેડૂતોના પ્રશ્નો પર સતત બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળવું જરૂરી છે. ખાસ કરીને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, પરંતુ ખેડૂતોને પૂરતું સહાય ન મળતાં તેઓ મુશ્કેલીમાં છે. પરેશ ધાનાણીએ વળતરનું ગણિત પણ સમજાવ્યું અને કહ્યું કે જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, તે મુજબ યોગ્ય દરે વળતર આપવું સરકારની ફરજ છે.
કપાસના પાકનું ભારે નુકસાન
આ વર્ષે અનિશ્ચિત વરસાદ અને કીટકોના પ્રકોપને કારણે કપાસના પાકને મોટું નુકસાન થયું છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, છતાં સરકારે હજુ સુધી કોઈ ઠોસ પગલાં લીધાં નથી. તેઓએ કહ્યું કે “જગતના તાતને જીવવા દેજો” એ માત્ર નારો નથી, પરંતુ ખેડૂતોની વ્યથા વ્યક્ત કરતો સંદેશ છે.
સોશિયલ મીડિયા પર અભિયાન
“જગતના તાતને જીવવા દેજો” નામે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પણ અભિયાન શરૂ કર્યું છે. આ પોસ્ટ્સ દ્વારા ખેડૂતોની હાલત, તેમ સમસ્યાઓ અને વળતર માટેની માંગને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
ધારી અને ખાંભામાં હલ્લાબોલ કાર્યક્રમો
આજે ધારી અને ખાંભા તાલુકામાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના સમર્થનમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખેડૂતોની મુશ્કેલીઓને જનતા સમક્ષ રજૂ કરી અને સરકારને તરત વળતર જાહેર કરવાની માંગ કરી.
આ પણ વાંચો : Amreli : એક તરફ શાબ્દિક પ્રહાર, બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના આ MLA ના કર્યા વખાણ