Rajkot: ‘પહેલો સગો તે પાડોશી’ કહેવત ખોટી પડી! 11 વર્ષની સગીરાને પાડોશીએ પીંખી નાખી
- પાડોશમાં રહેતા શ્રીનિવાસ યમગર નામના વ્યક્તિએ આચર્યું દુષ્કર્મ
- આરોપી 3-4 મહિનાથી બાળકી સાથે આચરતો હતો દુષ્કૃત્ય
- બી ડિવિઝન પોલીસે મૂળ મહારાષ્ટ્રના આરોપીની કરી ધરપકડ
Rajkot: પહેલો સગો તે પાડોશી તે કહેવત વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ શું અત્યારે વર્તમાનમાં આ કહેવાત અત્યારે કેટલી સાચી એ હવે એક સવાલ બની ગયો છે. કારણ કે, રાજકોટમાં એક 11 વર્ષની સગીરા સાથે પાડોશીએ નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ પાડોશી સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Diu : સસ્પેન્ડેડ પોલીસકર્મીની શર્મનાક કરતૂત, યુવતીનો પીછો કરી કારમાં ખેંચી અને પછી..!
આરોપી છેલ્લા 3-4 મહિનાથી આચરતો હતો દુષ્કર્મ
નોંધનીય છે કે, રાજકોટમાં તો પાડોશીએ જ એક સગીરાની લાજ લૂંટી લીધી છે. વિગતે વાત કરવામાં આવે તો, મૂળ મહારાષ્ટ્રના શ્રીનિવાસ યમગરે 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, એક કે બે વાર નહીં પરંતુ આરોપી છેલ્લા 3-4 મહિનાથી બાળકી સાથે દુષ્કૃત્ય આચરતો હતો. બાળકી આરોપીને મામા કહીને બોલાવતી અને આ જ શખ્શે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું. જોકે આ મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: IPS Transfer : આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિનના રોજ સરકારનો ગર્ભિત સંદેશ ?
11 વર્ષની દીકરી નરાધમીને મામા કહીને બોલાવતી હતી
આખરે હવે દીકરીઓ ક્યાં સુરક્ષિત રહેશે? શહેર, ગળી, ઘર અને પાડોશમાં પણ તેમની પર સંકટ તોળાઈ રહ્યું છે. આ 11 વર્ષની દીકરી નરાધમીને મામા કહીને બોલાવતી હતી, પરંતુ આ મામા તો કંસ કરતા પણ વધારે નરાધમી નીકળ્યો અને દીકરીને સતત ત્રણથી ચાર મહિના સુધી પીંખતો રહ્યો. આરોપી શ્રીનિવાસ યમગર સામે અત્યારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પરિવારની માંગ છે કે, આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કોઈ અન્ય પરિવારની દીકરી સાથે કોઈ પાડોશી આવું કૃત્ય ના કરી શકે.
આ પણ વાંચો: હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરી રહ્યાં છે ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાય, વીડિયો થયો વાયરલ