31 ડિસેમ્બરને લઈને Rajkot Police આવી એક્શનમાં, શહેરની દરેક હોટલોનું ચેકિંગ હાથ ધરાયું
- 31 ડિસેમ્બર ને લઇ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી
- રાજકોટ શહેર SOG દ્વારા શહેરની હોટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
- રાજકોટ હોટલમાં રહેતા લોકોની એન્ટ્રીને લઇ ચકાસણીનો દોર શરૂ
Rajkot Police: 31 ડિસેમ્બરને લઈને અત્યારે રાજ્યભરમાં પોલીસ તપાસ હાથ ધરી રહીં છે. કોઈપણ મોટો તહેવાર હોય ત્યારે આતંકવાદીઓના નિશાના ઉપર ભારત હંમેશા રહ્યું છે. રાજકોટ શહેર એસોજી દ્વારા રાજકોટ શહેરની હોટલોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં અંદાજિત 500થી વધુ નાની મોટી હોટલો અને ડોર મેટ્રી આવેલા છે. 31 ડિસેમ્બરને લઈને રાજકોટ શહેર SOG દ્વારા ચેકીંગ કર્યું છે.
આ પણ વાંચો: લીંબડી-અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, આગ લાગતા ટ્રક બળીને ખાખ
રાજકોટની દરેક હોટલોમાં પોલસી સઘન તપાસ હાથ ધરી
રાજકોટ શહેર SOG દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં હોટલોમાં જઈ હોટલો સંચાલક દ્વારા એન્ટ્રી રજીસ્ટરમાં એન્ટ્રી પાડવામાં આવે છે કે નહીં ત્યારબાદ ઓનલાઇન જે ગવર્મેન્ટ દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે. તેમાં એન્ટ્રી પાડવામાં આવે છે કે નહીં અનેક વખત એવું બનતું હોય છે. એક આઈડી ઉપર અલગ અલગ બે લોકો અંદર રહેતા હોય છે. તેને લઈને હોટલની અંદર પણ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર SOG દ્વારા હોટલમાં રહેતા લોકોને પણ બોલાવી અને ચકાસણી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Gondal : પાટીદળ ગામનાં મકાનમાંથી વિદેશી દારૂની 350 પેટી મળી, 26 લાખનો મુદ્દામાલ જપ્ત
આ હોટલ ચકાસણીની કામગીરી હજી બે દિવસ ચાલશે
આ સાથે સાથે રાજકોટ શહેર SOG દ્વારા હોટલની અંદર કામ કરતા લોકોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હોટલ માલિકો દ્વારા જે લોકોને કામે રાખવામાં આવ્યા છે. તે લોકોને જે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. પોલીસ સ્ટેશનની અંદર નોંધણી કરાવવાની હોય છે. તેમના આઈડી પ્રૂફ જમા કરાવવાના હોય છે તે કામગીરી કરવામાં આવી છે કે નહીં તેને લઈને પણ ચકાસણી કરવામાં આવી હતી. જો કે, આ હોટલ ચકાસણીની કામગીરી હજી બે દિવસ ચાલશે અને જો નિયમોનું પાલન નહીં થતું હોય તો જાહેરનામા ભંગ બદલ ફરિયાદ પણ નોંધવામાં આવશે.
અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ
આ પણ વાંચો: BZ Ponzi Scheme: ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત, હવે થશે A to Z તપાસ