Rajkot: વડાપ્રધાનના આગમનને લઈ નાયબ મુખ્યમંત્રીની હાઈ લેવલ બેઠક, વાંચો શું થઈ ચર્ચા?
- Rajkot: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે
- વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈને બેઠક યોજી
- વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે ચર્ચા
Rajkot: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendr Modi) ના આગામી રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રવાસ તેમજ 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'ના આયોજનને આખરી ઓપ આપવા માટે તેમણે કલેક્ટર કચેરી ખાતે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનનો સોમનાથ અને રાજકોટ પ્રવાસ
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લઈને પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ (Vibrant Gujarat Regional Summit) નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ મોટા સમાચાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 તારીખે સોમનાથ જશે
11 તારીખે PM મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે
11 તારીખે બપોરે રાજકોટમાં રીજનલ વાઈબ્રન્ટ સમિટ ખુલ્લું મૂકશે
રાજકોટ શહેરમાં રોડ શો નહીં યોજે વડાપ્રધાન મોદી
સુરક્ષાના… pic.twitter.com/vjf0tZONnA— Gujarat First (@GujaratFirst) January 5, 2026
વાયબ્રન્ટ સમિટ અને ઔદ્યોગિક વિકાસ
આ મુલાકાત દરમિયાન હર્ષભાઈ સંઘવીએ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક એસોસિએશનના આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું કે 11મી જાન્યુઆરીથી શરૂ થનારી આ સમિટમાં 5000 થી વધુ રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ ભાગ લેવાના છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે વડાપ્રધાનની સાથે વિવિધ દેશોના રાજદૂતો (Ambassadors) પણ ઉપસ્થિત રહેશે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
Rajkot માં ઉદ્યોગકારો સાથે સંવાદ
આ કાર્યક્રમમાં ટ્રેડ શો અને વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું કે તેઓ પોતે ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળશે અને તેમની સાથે સીધો સંવાદ કરશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે સ્થાનિક ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ આવે અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થાય. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આયોજિત આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Botad: કષ્ટભંજન દેવના દ્વારે ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી!


