Rajkot : નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે, PM મોદીના પ્રવાસને લઈ યોજશે બેઠક
- નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે Rajkotની મુલાકાતે
- PM નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ પ્રવાસને લઈને બેઠક યોજશે
- રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાશે
Rajkot : નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ પ્રવાસને લઈને બેઠક યોજશે. આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. જેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં સંભવિત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓ અંગે પણ ચર્ચા સમીક્ષા બેઠક યોજશે. નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સૌરાષ્ટ્ર કચ્છ ના અલગ અલગ ઔધોગિક એસોસિએશન અને રિજનલ કોન્ફરન્સ આયોજકો સાથે બેઠક યોજશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાત લેવાના છે જેની પૂર્વ તૈયારીઓની ચકાસણી માટે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ જવાના છે. જો કે ખાસ કરીને રાજકોટ અને અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઈબ્રન્ટ સમિટ અને આંતરરાષ્ટ્રીયમાં કાઈટ ફેસ્ટિવલ સહિતના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.
DyCM Harshbhai Sanghavi રાજકોટની મુલાકાતે | Gujarat First
PM Modi ના Rajkot પ્રવાસને લઈને બેઠક યોજશે
વડાપ્રધાન મોદીના સંભવિત રોડ શો અંગે કરશે ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અગે ચર્ચા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાશે
સૌરાષ્ટ્ર કચ્છના ઔધોગિક… pic.twitter.com/AhniuVn4DL— Gujarat First (@GujaratFirst) January 5, 2026
સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન(Rajkot)
ગુજરાતની આ બીજી રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટની મારવાડી યુનિવર્સિટી (Marwadi University) ખાતે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમિટની અગત્યની બાબતો નીચે મુજબ છે.
- જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા 22 દેશો આ સમિટમાં જોડાશે.
- 26,400 ચોરસ મીટરમાં ટ્રેડ શોનું આયોજન કરાયું , જે મહેસાણા કરતા પણ વિશાળ હશે.
અત્યાર સુધીમાં 6, 364 ઉદ્યોગકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું . - સૌરાષ્ટ્ર-કચ્છના ઓટોમોબાઇલ અને સિરામિક ઉદ્યોગોને આનાથી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ટાટા કેમિકલ્સ, રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ સહભાગી થશે.
અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં આપશે હાજરી
12મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ (Ahmedabad) ની મુલાકાત લેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ (International Kite Festival) નો પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. આ જ સમયે જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતના મહેમાન બનવાના છે, જેમને વડાપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ અને ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત કરાવી શકે છે. અમદાવાદમાં પણ રોડ-શો યોજાય તેવી સંભાવના છે. આ ઉપરાંત, તેઓ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: Gujarat Cold: રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન


