ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: દિલીપ સંઘાણીનો વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ

Amreli માં દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે રાષ્ટ્ર હિતમાં સંશોધનનો વિરોધ કેમ કરવો જોઈએ
12:43 PM Aug 07, 2025 IST | SANJAY
Amreli માં દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે રાષ્ટ્ર હિતમાં સંશોધનનો વિરોધ કેમ કરવો જોઈએ
Dileep Sanghani, Amreli, Gujarat, Gujaratfirst

Amreli માં દિલીપ સંઘાણીનો વિરોધીઓને સણસણતો જવાબ સામે આવ્યો છે. જેમાં નેનોની બોટલ ફ્રી આપવાના વિરોધ કરનારાઓને આડેહાથ લીધા છે. જિલ્લામાંથી પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારમાં પહોંચ્યુ હતુ. ત્યારે દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે રાષ્ટ્ર હિતમાં સંશોધનનો વિરોધ કેમ કરવો જોઈએ. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય. સરકારે દોઢ લાખ નેનો બોટલ ખરીદીને ફ્રીમાં આપી છે. કૃષિ કાર્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. બાવકુ ઉઘાડના સન્માન કાર્યક્રમમાં દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે.

નેનો બોટલના મફત વિતરણનો વિરોધ કરનારાઓને આડેહાથ લઈને સણસણતો જવાબ

Amreli માં ભાજપના વરિષ્ઠ નેતા અને IFFCO ચેરમેન દિલીપ સંઘાણી (Dilip Sanghani) એ નેનો બોટલના મફત વિતરણનો વિરોધ કરનારાઓને આડેહાથ લઈને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે રાષ્ટ્ર હિતમાં ખેડૂતોના ફાયદા માટે લાગુ કરાયેલા સંશોધનોનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી તેવું જણાવ્યું, અને વિરોધીઓની ટીકાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. આ મુદ્દે અમરેલી જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકાર સુધી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, જેમાં નેનો બોટલ વિતરણની યોજનાને સમર્થન આપવામાં આવ્યું. સંઘાણીએ ભારપૂર્વક જણાવ્યું કે આવા પગલાં ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, અને તેનો વિરોધ માત્ર રાજકીય હેતુસર થઈ રહ્યો છે, જે જિલ્લાના વિકાસને અવરોધે છે.

હું પસંદ ન હોય તો ટીકા કરી શકો છો, પણ રાષ્ટ્ર હિતમાં હોય એવા સંસોધનનો વિરોધ કેમ?

Amreli શહેરના એક ખાનગી ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાવકુ ઊંધાડે બાબરા તાલુકાના નાની કુંડળ ગામમાં આવેલી પોતાની માલિકીની 61 વિઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને દાનમાં આપી છે. આ પ્રસંગે દિલીપ સંઘાણીએ નેનો યુરિયાનો વિરોધ કરતા પ્રતિનિધિ મંડળને આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું કે, હું પસંદ ન હોય તો ટીકા કરી શકો છો, પણ રાષ્ટ્ર હિતમાં હોય એવા સંસોધનનો વિરોધ કેમ?

દિલીપ સંઘાણી દ્વારા નામ લીધા વગર પ્રતિનિધિ મંડળને આડે હાથ લીધા

અમરેલી જિલ્લામાં ખાતરની સાથે ફરજીયાત નેનો યુરિયાની બોટલ આપવામા આવે છે. આના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યો સમક્ષ રજુઆતો કરી હતી. ત્યારબાદ અમરેલી જિલ્લાના પાંચેય વિધાનસભાના ધારાસભ્યો ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ દિલીપ સંઘાણી દ્વારા નામ લીધા વગર પ્રતિનિધિ મંડળને આડે હાથ લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાતના અનેક લોકો Uttarakhand માં ફસાયા, જાણો કયા શહેર કેટલા છે પ્રવાસીઓ

 

Tags :
AmreliDileep SanghaniGujaratGujaratFirst
Next Article