Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

જાણો કોણ છે પરેશ ગોહેલ જેમને IFFCO માં મળ્યું મોટું પદ?

IFFCO ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અંગત મદદનીશ પરેશભાઈ ગોહેલને દિલ્હી સ્થિત ઇફકોની કોર્પોરેટ ઓફિસમાં 'ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી' (OSD) તરીકે બઢતી આપવામાં આવી છે. ગોંડલના વતની અને સંઘના સંસ્કારો ધરાવતા પરેશભાઈ ઉચ્ચ શિક્ષિત અને કલાપ્રેમી છે. દિલ્હી ખાતે જવાબદારી સંભાળતા પૂર્વે તેમણે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના આશીર્વાદ મેળવ્યા હતા.
જાણો કોણ છે પરેશ ગોહેલ જેમને iffco માં મળ્યું મોટું પદ
Advertisement
  • IFFCO ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અંગત મદદનીશ Paresh Gohel ને બઢતી
  • અંગત મદદનીશ પરેશભાઈ ગોહેલ દિલ્હીમાં ફરજ બજાવશે
  • IFFCO માં OSD તરીકે પરેશ ગોહેલની નિયુક્તિ

ગુજરાતના સહકારી અને રાજકીય વર્તુળોમાં પોતાની નિષ્ઠા અને કાર્યકુશળતા માટે જાણીતા પરેશભાઈ ગોહેલ (Pareshbhai Gohel) ની કારકિર્દીમાં એક નવું સોપાન ઉમેરાયું છે. ઇફકો (IFFCO) ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી (Dilipbhai Sanghani) ના અંગત મદદનીશ તરીકે કાર્યરત પરેશભાઈ ગોહેલને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ઇફકોની દિલ્હી સ્થિત કોર્પોરેટ ઓફિસમાં 'ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી' (OSD) તરીકે બઢતી આપીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

કર્મનિષ્ઠ કાર્યકર એટલે પરેશભાઈ ગોહેલ!

dilip sanghani pa paresh gohel.gujaratfirst

Advertisement

રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલના વતની એવા પરેશભાઈ ગોહેલ માત્ર એક કુશળ વહીવટકર્તા જ નથી, પરંતુ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મનિષ્ઠ કાર્યકર પણ છે. તેમણે બી.કોમ., એલ.એલ.બી. અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મૂલ્યો સાથે ઉછરેલા પરેશભાઈએ સત્તાના કેન્દ્રમાં હોવા છતાં પોતાની સાદગી અને સંસ્કારોને જાળવી રાખ્યા છે.

Advertisement

કલા અને ભક્તિનું અનોખું મિશ્રણ

પરેશભાઈની ઓળખ માત્ર એક ઓફિસર પૂરતી મર્યાદિત નથી. તેઓ એક ઉત્તમ શિવભક્ત છે અને તેમની પાસે શંખનાદ કરવાની અદભૂત કળા છે તેમની આ કલાત્મક રુચિ તેમને અન્ય અધિકારીઓથી અલગ પાડે છે. મૃદુભાષી અને નમ્ર સ્વભાવના પરેશભાઈ જીભ કરતા કામમાં વધુ વિશ્વાસ રાખે છે, જે તેમની સફળતાનું મુખ્ય કારણ રહ્યું છે.

IFFCO: દિલ્હી પ્રસ્થાન પૂર્વે અમિતભાઈ શાહના આશીર્વાદ

ગુજરાત રાજ્ય સહકારી માર્કેટિંગ ફેડરેશન અને દિલીપભાઈ સંઘાણી સાથેના લાંબા ગાળાના અનુભવ બાદ હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની સેવાઓ આપશે. દિલ્હીમાં ચાર્જ સંભાળતા પહેલા તેમણે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સહકારી ક્ષેત્રમાં તેમની આ બઢતીને તેમના વર્ષોના શિસ્તબદ્ધ કાર્યનું પરિણામ માનવામાં આવે છે. હવે તેઓ ઇફકોના માધ્યમથી રાષ્ટ્રીય સ્તરે સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ Gujarat Budget: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત, આ તારીખથી પ્રારંભ!

Tags :
Advertisement

.

×