Gujarat : રાજકોટ મનપાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા
Gujarat : પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી
આવાસ યોજનાના હેડ સૂર્યપ્રતાપસિંહે કચેરીમાં લગાવ્યા પોસ્ટર
પોસ્ટરમાં લખ્યું, 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે'
Gujarat: રાજકોટ મનપાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા શરૂ થઇ છે. જેમાં પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી છે. તેમાં આવાસ યોજનાના હેડ સૂર્યપ્રતાપસિંહે કચેરીમાં પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું, 'મને મારા કામ બદલ તગડો પગાર મળે છે' 'રિશ્વતની ઓફર કરીને મારુ અપમાન કરશો નહીં' તેવુ લખાણ છે. પોસ્ટરથી આવાસ યોજનાના કર્મચારીઓ સામે પણ સવાલ છે. શું રિશ્વત લેવાતી હોવાથી લગાવવા પડ્યા પોસ્ટર તેવા સવાલ છે. શું રાજકોટ મનપામાં રિશ્વત વગર કોઈ કામ થતા નથી?
અરજદારોએ અમને થેન્ક્યૂ કહેવાની કોઇ જરૂર જ નથી
આવાસ યોજના શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા સૂર્યપ્રતાપસિંહે જણાવ્યું હતું કે, મારા મિત્રએ આ લખાણ મારા ધ્યાન પર મુક્યું હતું. જે મને સારી વાત લાગતા અને ખૂબ જ ગમી જતા મારી કચેરી બહાર પોસ્ટર લગાવ્યું છે. લોકોનું અમે કામ કરીએ છીએ તેનો અમને પગાર મળે છે. અરજદારોએ અમને થેન્ક્યૂ કહેવાની કોઇ જરૂર જ નથી.
જાણો પોસ્ટરમાં શું લખ્યું છે
મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રુશવતની ઓફર કરી મારું અપમાન કરશો નહી. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું. કારણે કે, હું ભારતીય નાગરિક છું.
આ પ્રકારના પોસ્ટર જોઈને રાજકોટના નાગરિકો પણ નવાઈ પામી રહ્યા છે
આમ, રાજકોટ મહાનગરપાલિકામા આ પ્રકારના પોસ્ટર જોઈને રાજકોટના નાગરિકો પણ નવાઈ પામી રહ્યા છે. સામાન્ય રીતે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચારથી નાગરિકો પણ પરેશાન હોય છે. ત્યારે આ અધિકારીએ આવું ભ્રષ્ટાચાર વિરોધી પોસ્ટર લગાવતા લોકો તેમના વખાણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Ahmedabad Seventh Day School: શાળાની માન્યતાને લઈ વિવાદ વકર્યો


