ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પની શરૂઆત, ગુરુવારે 400થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો

Ahmedabad: રાજકોટ મહાનગરમાં આજે ગુરુવારે જૂની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો
12:22 PM Jan 17, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: રાજકોટ મહાનગરમાં આજે ગુરુવારે જૂની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો
Rajkot
  1. આ કેમ્પનો ગુરુવારે વોર્ડ 01 થી 07ના ૪૦૦થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો
  2. શનિવારે વોર્ડ નં 15થી 23ના દિવ્યાંગોને કેમ્પમાં આવવા અનુરોધ
  3. ADIP સ્કીમ હેઠળ દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન

Rajkot: રાજકોટ જિલ્લામાં દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અન્વયે રાજકોટ મહાનગરમાં આજે ગુરુવારે જૂની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો હતો. જેનો વોર્ડ 01 થી 07ના 400થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો હતો.

આ કેમ્પ આગામી બે દિવસ સુધી ચાલશે

રાજકોટના પ્રાંત-01 અધિકારી ચાંદની પરમારની યાદીમાં જણાવ્યા પ્રમાણે, દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે, તેવા ઉદેશ્ય સાથે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારતની એ.ડી.આઈ.પી. સ્કીમ હેઠળ દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી બે દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો: Ahmedabad ઈન્દોર હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, ચાર વ્યક્તિઓને કાળ ભરખી ગયો

01થી 07ના કુલ 427 લાભાર્થીઓએ લાભ લીધો

અલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ગુરુવારે 16મી જાન્યુઆરીએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 01થી 07ના કુલ 427 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં 159 લાભાર્થીઓના નવા ડોક્ટરી સર્ટી/UDID ઇસ્યુ કરવામાં આવ્યા. જ્યારે બે PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત 03 આભા કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. આ સાથે આવકના 223 દાખલા કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા, યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ

265 લાભાર્થીઓને સહાયક ઉપકરણ મંજુર કરવામાં આવ્યા

એલિમ્કો દ્વારા મોટરાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સેલ ફોન, ADL કીટ, ફોલ્ડેબલ વોકર, જોયસ્ટીક વ્હિલચેર અને ટ્રીપોડ સાઇઝ વગેરે 265 લાભાર્થીઓને સહાયક ઉપકરણ મંજુર કરવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા 22 લાભાર્થીઓ માટે યોજનાકીય લાભો મંજુર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન

મહત્ત્વનું છે કે, રાજકોટ મહાનગરમાં હજુ બે દિવસ જૂની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે સવારે 09 થી સાંજે પાંચ સુધીમાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17મી જાન્યુઆરીએ વોર્ડ નંબર 08થી 14ના દિવ્યાંગજનોએ તથા 18મી જાન્યુઆરીએ વોર્ડ નંબર 15થી 23ના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: Chhotaudepur: એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે 10 દિવસના બેઝિક કોર્ષનો પ્રારંભ, વાંચો આ અહેવાલ

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
DivyangDivyang Sadhan Sahay Evaluation Camp startedGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsK.T. Children HospitalLatest Gujarati NewsLatest Rajkot NewsRAJKOTRajkot News
Next Article