Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2025 : રાજકોટ અને અમદાવાદમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં Video વાઇરલ

દિવાળીનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે ઊજવવામાં આવતો હોય છે. પરંતુ, કેટલાક લોકોની બેદરકારી અને લાપરવાહીનાં કારણે આ ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ જાય છે. રાજકોટ અને અમદાવાદમાંથી એવી ઘટનાઓનાં વીડિયો સામે આવ્યા છે. રાજકોટમાં એક નબીરાએ ચાલુ કારમાં ફટાકડા ફોડતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જ્યારે, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા અપહરણનાં આરોપીનો વીડિયો વાઇરલ થયો હતો.
diwali 2025   રાજકોટ અને અમદાવાદમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં video વાઇરલ
Advertisement
  1. Diwali નાં તહેવારમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં વીડિયો વાઇરલ
  2. રાજકોટમાં નબીરાએ ચાલુ કારમાં ફટાકડા ફોડ્યાનો વીડિયો વાઇરલ
  3. કારમાં ફટાકડા સળગાવી બારીમાંથી બહાર ફેંકી અન્યનાં જીવ જોખમમાં મૂક્યા!
  4. અમદાવાદમાં અપહરણનાં આરોપીએ જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યાનો વીડિયો વાઇરલ

Diwali 2025 : દિવાળીનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે ઊજવવામાં આવતો હોય છે. પરંતુ, કેટલાક લોકોની બેદરકારી અને લાપરવાહીનાં કારણે આ ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ જાય છે. રાજકોટ (Rajkot) અને અમદાવાદમાંથી (Ahmedabad) એવી ઘટનાઓનાં વીડિયો સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકો દ્વારા જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. રાજકોટમાં એક નબીરાએ ચાલુ કારમાં ફટાકડા ફોડતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Video) કર્યો હતો. જ્યારે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા અપહરણનાં આરોપીનો વીડિયો વાઇરલ થયો હતો.

આ પણ વાંચો - Ahmedabad : ન્યૂ રાણીપમાં પરિવાર માટે દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો, ગોઝારી ઘટના CCTV માં કેદ

Advertisement
Advertisement

Advertisement

Diwali ટાણે રાજકોટમાં નબારો બેફામ બન્યો, અન્યનાં જીવ જોખમમાં મૂક્યા!

રાજકોટમાં (Rajkot) પોલીસનો કોઈ પણ ખોફ કે ડર રાખ્યા વિના જાણે નબીરો બેફામ બન્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે એક નબીરો તેના મિત્રો સાથે કારમાં સવાર છે. ત્યારે કાયદા કે પોલીસ ના ભય વગર બેફામ બની નબીરો ચાલુ કારમાં ફટાકડા સળગાવીને બારીની બહાર ફેંકે છે, જેનાં કારણે અન્ય લોકોનાં જીવ જોખમમાં મૂકાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વાઇરલ વીડિયો લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસેનો હોવાનું જાણવા મળ્યું છે. આ નબીરો કોણ છે? તે અંગે માહિતી હાલ સામે આવી નથી. પરંતુ, આ મામલે હવે રાજકોટ પોલીસ (Rajkot Police) શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Vadodara : અકોટામાં મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડ્યો, પાલિકાએ પરદા માર્યા

અમદાવાદમાં અપહરણનાં આરોપીએ જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા

અમદાવાદનાં (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં પણ જોખમી રીતે જાહેરમાં ફટાકડાં ફોડતો એક વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો નરોડા પાસેનાં એસપી રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, આ વાઇરલ વીડિયો (Viral Video) અપહરણનાં આરોપી દીપક નામના શખ્સનો છે. આરોપ છે કે, કુખ્યાત આરોપી દીપકે દિવાળીની રાતે ઉજવણીનાં નામે સમગ્ર રોડ અને આસપાસનાં વિસ્તારને બાનમાં લીધો હતો. એસપી રીંગ રોડ (SP Ring Road) પાસે આરોપી દીપકે જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતો વીડિયો બનાવ્યો હતો. દીપક દેસાઈ ઉર્ફે કરાઈ વિરુદ્ધ અગાઉ પણ અપહરણનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ વાઇરલ વીડિયો મામલે પોલીસ ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો - Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ પોલીસને થયું બ્રહ્મજ્ઞાન

Tags :
Advertisement

.

×