Rajkot-કાલાવડ રોડ પર ડોક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો
- અકસ્માતમાં 1 કાર, 1 રીક્ષા અને બાઇકને અડફેટે લીધુ
- ફરાર થયેલા કાર ચાલકને પોલીસે પીછો કરી દબોચી લીધો
- માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકને લઈ જવાયો
Rajkot -કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી હોલ પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં XUV 700 કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. અકસ્માતમાં 1 કાર, 1 રીક્ષા અને બાઇકને અડફેટે લીધુ છે. જેમાં અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને પોલીસે પીછો કરી દબોચી લીધો છે. તેમાં કાર ચાલક નશામાં હોવાની શંકા છે. ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકને લઈ જવામાં આવ્યો છે.
અકસ્માતમાં 1 મહિલા સહિત ત્રણને સામાન્ય ઇજા પહોંચી
અકસ્માતમાં 1 મહિલા સહિત ત્રણને સામાન્ય ઇજા પહોંચી છે. જેમાં કાર ચાલક ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો.રાજ ગામી કાર ચલાવતો હતો. તથા પોલીસની પ્રાથમિક તપાસમાં નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. અગાઉ અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
કાપડ રોલ ભરેલા આઈસરમાં સવાર બન્ને લોકો આગમાં જીવતા ભડથું થયા
અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. આ દુર્ઘટના મોડી રાત્રે બની હતી. કાપડ રોલ ભરેલા આઈસરમાં સવાર બન્ને લોકો આગમાં જીવતા ભડથું થયા હતા. અહેવાલ પ્રમાણે આ અકસ્માતમાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રક ચોટીલાની કંપનીની હતી.જેમાં જૂનો ડ્રાઇવર રજા પર હોવાથી કમલ નામના ડ્રાઇવરને ટ્રક લઇને મોકલ્યો હતો. એ સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી