Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: તમામ 194 મુસાફરો સેફ, ધુમાડો નીકળવાના કારણની તપાસ ચાલુ, કલેક્ટરે આપ્યું નિવેદન

દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઈટ (6E1452)માં કાર્ગો સાઈડથી ધુમાડો નીકળતા કટોકટી સર્જાઈ હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત ૧૯૪ મુસાફરો સવાર હતા. ત્વરિત પગલાં રૂપે વિમાનનું રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ મુસાફરો હેમખેમ છે અને તંત્ર દ્વારા આગ લાગવાના કારણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
rajkot  તમામ 194 મુસાફરો સેફ  ધુમાડો નીકળવાના કારણની તપાસ ચાલુ  કલેક્ટરે આપ્યું નિવેદન
Advertisement

Indigo Flight Emergency Landing in Rajkot: આકાશમાં ઉડાન ભરી રહેલી વિમાની સફર ક્યારેક અણધારી મુસીબતમાં ફેરવાઈ જતી હોય છે,  ત્યારે આવીજ એક ઘટના સામે આવી છે.  દુબઈથી મુંબઈ જવા માટે રવાના થયેલી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ફ્લાઈટના કાર્ગો વિભાગમાંથી ધુમાડો નીકળવાની શંકા જતા પાયલટ અને એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવી રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતુ.  જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનાને પગલે એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×