Earthquake in Rajkot: સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન, કયા કારણે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે?
- જેતપુર-ઉપલેટા પંથકમાં સતત અનુભવાય રહ્યા છે ભૂકંપના આચકા
- ભૂકંપના આંચકાઓ મામલે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન
- ભૂગર્ભમાં સ્વોર્મ્સ એક્ટિવિટીના કારણે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા હોવાનું અનુમાન
- ગઈ કાલ રાતથી ઉપલેટા પાસે કુલ 15 નાના ભૂકંપના આચકાઓ નોંધાયા
- ભૂકંપના ભયના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ
Earthquake in Rajkot: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે ગઈ કાલે અમરેલીમાં ભૂકંપના આંચકા અુભવયા હતા ત્યારે આજે સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ જોવા મળી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે આ મામલે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન સામે આવ્યુ છે.
જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
મળતી માહિતી મુજબ આજે સવારે રાજકોટના જેતપુરમાં અનુભવાયા 3 ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં સવારે 6:19 મિનિટે 3.8ની તીવ્રતાનો મુખ્ય આંચકો આવ્યો, જ્યારે 6:55 અને 6:58 મિનિટે બે હળવા આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જેતપુરથી આશરે 28 કિલોમીટર દૂર નોંધાયું છે.આ આંચકાઓ જેતલસર, પેઢલા, સરધારપુર સહિત જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગામોમાં વધુ અનુભવાયા હતા જેથી વહેલી સવારે ઘરમાં ઊંઘતા લોકો અચાનક જાગી ઊઠ્યા અને ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા.ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા અનુભવાયા છે જેમાં સવારે 6થી 8.30 વાગ્યા સુધીમાં 7 આંચકા અનુભવાયા હતા ત્યારે સતત ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. આ ભૂકંપની તીવ્રતા 2.7થી લઈને 3.8 સુધી નોંધાઈ છે. 12 કલાકમાં 8 વખત ધ્રૂજી ઉપલેટાની ધરા ધ્રુજી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર નોંધાયું છે.સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, સતત આંચકાઓને કારણે સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે.
Rajkot Earthquake : સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ | Gujarat First
ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા
સતત ભૂકંપના આંચકાના કારણે દહેશત
સવારે 6થી 8.30 વાગ્યા સુધીમાં 7 આંચકા
ભૂકંપની તીવ્રતા 2.7થી લઈને 3.8 સુધી નોંધાઈ
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર
12 કલાકમાં… pic.twitter.com/8N3N0P9g1Q— Gujarat First (@GujaratFirst) January 9, 2026
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન
સૌરાષ્ટ્રના ઉપલેટા પાસે ભૂકંપના આંચકાઓ મામલે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન સામે આવ્યું છે, સિસ્મોલોજી સેન્ટર ગાંધીનગરના ઇન્ચાર્જ ડાયરેક્ટર સંતોષ કુમારે તેઓએ જણાવ્યું હતું કે, ભૂગર્ભમાં સ્વોર્મ્સ એક્ટિવિટીના કારણે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા હોવાનું અનુમાન છે. સ્વોર્મ્સ એક્ટિવિટીમા ટૂંકા સમયમાં બહુ બધા ભૂકંપના હળવા આંચકાઓ આવે છે.જેનું કારણ ભારે વરસાદ ના કારણે ગ્રાઉન્ડ વોટર લોગીંગ થયું હોય તે માનવામાં આવે છે. ઉપલેટામાં આ સ્વોમ્સ એક્ટિવિટીને કારણે 15 ભૂકંપના આચકા અનુભવાયા છે.
ઉપલેટા પાસે કુલ 15 નાના ભૂકંપના આચકાઓ નોંધાયા
ગઈ કાલ રાત થી ઉપલેટા પાસે કુલ 15 નાના ભૂકંપના આચકાઓ નોંધાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે. સૌથી મોટો ભૂકંપનો આંચકો 3.8 રિક્ટર સ્કેલ છે.બાકીના તમામ આચકા નાના છે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ભૂકંપના એક સાથે આટલા બધા આંચકાઓ કોઈ ચિંતાનો વિષય નથી.
જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલીફોનક વાતચીત
ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલીફોનક વાતચીત કરવામા આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે, સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્ય સ્કૂલમાં રજા બાબતે નિર્ણય કરી શકશે,સ્કૂલના બે અથવા ત્રણ માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા,સ્કૂલના ભય જનક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને નહિ બેસાડવા,વધુ ભય જનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવી,સ્કૂલમાં શિકક્ષકો હાજર રહેશે.
શાળાઓમાં રજા જાહેર કરાઈ
જેતપુર પંથકમાં સતત ભૂકંપના આચકા અનુભવાય રહ્યા છે ત્યારે ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો છે. જેથી જેતપુરની 14 સરકારી સ્કૂલમાં અને કામરીબાઈ હાઈ સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે. આ સાથે અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે.
આ પણ વાંચો: Earthquake in Rajkot: ભૂકંપના આંચકાએ સૌરાષ્ટ્રને ધ્રૂજાવ્યું, 12 કલાકમાં 8 વખત ધ્રૂજી ઉપલેટાની ધરા


