Earthquake in Rajkot: ભૂકંપના આંચકાએ સૌરાષ્ટ્રને ધ્રૂજાવ્યું, 12 કલાકમાં 8 વખત ધ્રૂજી ઉપલેટાની ધરા
- રાજકોટના જેતપુર-ઉપલેટા વિસ્તારમાં ફરી ધરા ધ્રૂજી
- જેતપુર-ઉપલેટામાં ફરી ભૂકંપની દહેશત!
- લોકો ગભરાટમાં ઘરની બહાર!
- સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ
Earthquake in Rajkot: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે ગઈ કાલે અમરેલીમાં ભૂકંપના આંચકા અુભવાયા હતા ત્યારે આજે સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ જોવા મળી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
જેતપુરમાં અનુભવાયા 3 ભૂકંપના આંચકા
મળતી માહિતી મુજબ આજે સવારે રાજકોટના જેતપુરમાં અનુભવાયા 3 ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં સવારે 6:19 મિનિટે 3.8ની તીવ્રતાનો મુખ્ય આંચકો આવ્યો, જ્યારે 6:55 અને 6:58 મિનિટે બે હળવા આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 28 કિલોમીટર દૂર નોંધાયું છે.આ આંચકાઓ જેતલસર, પેઢલા, સરધારપુર સહિત જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગામોમાં વધુ અનુભવાયા હતા જેથી વહેલી સવારે ઘરમાં ઊંઘતા લોકો અચાનક જાગી ઊઠ્યા અને ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા.
12 કલાકમાં 8 વખત ધ્રૂજી ઉપલેટાની ધરા ધ્રુજી
ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા અનુભવાયા છે જેમાં સવારે 6થી 8.30 વાગ્યા સુધીમાં 7 આંચકા અનુભવાયા હતા ત્યારે સતત ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. આ ભૂકંપની તીવ્રતા 2.7થી લઈને 3.8 સુધી નોંધાઈ છે. 12 કલાકમાં 8 વખત ધ્રૂજી ઉપલેટાની ધરા ધ્રુજી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર નોંધાયું છે.
સતત આંચકાઓને કારણે સ્થાનિકોમાં દહેશત ફેલાઈ
ઉલ્લેખનીય છે કે ગઈકાલ રાત્રે 8:43 મિનિટે પણ આ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો, જેના કારણે છેલ્લા 12 કલાકમાં કુલ ચાર વખત ધરતી ધ્રૂજી છે.સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, સતત આંચકાઓને કારણે સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે.
ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં વારંવાર હળવા આંચકા નોંધાયા
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂસ્તરીય ગતિવિધિ વધી છે, જેમાં ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં વારંવાર હળવા આંચકા નોંધાયા છે. નિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં ફોલ્ટ લાઇન્સ હોવાથી આવા આંચકા સામાન્ય છે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે ભૂકંપ આવે તો શાંતિ જાળવીને સુરક્ષિત સ્થળે જવું.
Rajkot Earthquake : સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ | Gujarat First
ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા
સતત ભૂકંપના આંચકાના કારણે દહેશત
સવારે 6થી 8.30 વાગ્યા સુધીમાં 7 આંચકા
ભૂકંપની તીવ્રતા 2.7થી લઈને 3.8 સુધી નોંધાઈ
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર
12 કલાકમાં… pic.twitter.com/8N3N0P9g1Q— Gujarat First (@GujaratFirst) January 9, 2026
આ પણ વાંચો: Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ


