Election Result 2026 : રાજકોટ મહાનગર પાલિકામાં 72 બેઠકમાંથી 32 બેઠક ભાજપને ફાળે
- Election Result 2026 માં રાજકોટમાં વોર્ડ નંબર 10 ચર્ચા રહ્યો હતો
- વોર્ડ નંબર 10 માં કોંગ્રેસ માંથી RJ આભા તો ભાજપ માંથી ઘનશ્યામ હેરભા મેદાનમાં હતા
- વોર્ડ નંબર 10 કોંગ્રેસ હાર થઇ છે જેમાં RJ આભા હાર સ્વીકારી
- ભાજપના ઉમેદવારી વિજય થતા ખુશીનો માહોલ જોવા મળ્યો
- રાજકોટમાં વોર્ડ નંબર 7માં તમામ ઉમેદવારોની જીત થઈ
Election Result 2026 : રાજકોટના (RAJKOT) વોર્ડ નંબર 14માં ભાજપની પેનલનો વિજય થયો છે અને તમામ ચાર ભાજપના (bjp) ઉમેદવાર વિજેતા બન્યા છે. ઉમેદવારો અને સમર્થકો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા વોર્ડ નંબર 7 ચર્ચા રહ્યો હતો. રાજકોટ શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી (voting counting) યોજાઈ રહી છે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરાનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ફરમાવેલ પ્રતિબંધ મુજબ રાજકોટ શહેરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની જીત બાદ વિજય સરઘસ દરમિયાન કોઈ પણ જગ્યાએ ફટાકડા ફોડી શકાશે નહિ. વિજય સરઘસ દરમિયાન કોઈ ફટાકડા ફોડશે તો તેમના વિરુધ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજીની બંન્ને સીટો પર ભાજપનો ભગવો લહેરાયો
ધોરાજી તાલુકાની જિલ્લા પંચાયતની બંને બેઠકો પર ભાજપે નોંધાવી શાનદાર જીત થઈ છે, સુપેડી જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર પારુલબેન નિકુંજભાઈ કણસાગરા વિજયી બન્યા, મોટી મારડ જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર અંજુબેન મનસુખભાઈ મુછડીયાએ મેળવી ભવ્ય જીત, ધોરાજીમાં જિલ્લા પંચાયતની બંને બેઠકો કબ્જે કરતા ભાજપ છાવણીમાં હર્ષોલ્લાસ અને જશ્નનો માહોલ છે.
Election Result 2026 : લોધીકા જીલ્લા પંચાયત સીટ ઉપર ભાજપની જીત
હાસ્યકલકર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ ધીરૂભાઇ સરવૈયા 100 મતે વિજેતા બન્યા છે. રાજકોટ જિલ્લા પંચાયત ચરખડી સીટ પર ભાજપના ઉમેદવાર જલ્પાબેન ભરતભાઈ મકવાણા 8152 મતે વિજયી બન્યા છે. રાજકોટની ગોંડલ તાલુકા પંચાયત દેવચડી સીટ પર કોમલબેન સોલંકી 2401 મતથી વિજેતા બન્યા છે. જસદણની ભડાલા જીલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર રમીલાબેન મુકેશભાઈ મેરની 3500 મતની લીડથી જીત થઈ છે.
Local Body Election Results LIVE: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ LIVE#GujaratElection2026 #ElectionResultsLIVE #LocalBodyElection #BreakingNews #LiveUpdates #VoteCounting #PoliticsIndia #ElectionLive #GujaratFirst pic.twitter.com/oEWa9PtKst
— Gujarat First (@GujaratFirst) April 28, 2026
રાજકોટ જસદણ તાલુકા પંચાયતનું પરિણામ
આંબરડી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, ઇલાબેન બાલાભાઈ મકવાણા જીત્યા છે અને તાલુકા પંચાયતની 22 બેઠક પર યોજાઈ હતી. રાજકોટની 18 વોર્ડ મતગણતરી માટે 6 ઝોનમાં કરવામાં આવી રહી છે અને 3-3 વોર્ડની એક ઝોનમાં ગણતરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Rajkot BJP Manifesto: ભાજપના સંકલ્પ પત્રમાં રાજકોટ માટે શું છે ખાસ? જાણો મેટ્રો સિટી બનવા માટેનો માસ્ટર પ્લાન


