Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Local Body Election Results: માયાભાઈ આહીરની દીકરીની હાર, ધીરુભાઈ સરવૈયાના પુત્રની મોટી જીત!

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કલાકારોના સંતાનોનું નસીબ તેજાયું છે. અમરેલીમાં માયાભાઈ આહીરની પુત્રી સોનલબેન ડેરની 500 મતે હાર થઈ છે, જ્યારે રાજકોટમાં ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયા 1100 મતોથી ભવ્ય વિજેતા બન્યા છે. લોધીકા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે જીત સાથે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.
local body election results  માયાભાઈ આહીરની દીકરીની હાર  ધીરુભાઈ સરવૈયાના પુત્રની મોટી જીત
Advertisement
  • Local Body Election Results માં મોટા ઉલટફેર 
  • અમરેલીની ચાવંડ બેઠક પર માયાભાઈ આહીરની પુત્રીની હાર
  • કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરે 500થી વધુ મતોથી જીત
  • હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રનો ભવ્ય વિજય 

Local Body Election Results: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો (Election Results) જાહેર થઈ રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર સૌનું ધ્યાન હતું, જ્યાં જાણીતા લોકસાદિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલબેન ડેર (Sonalben Der) મેદાનમાં હતા. ભાજપના (BJP) ઉમેદવાર સોનલબેન ડેરની આ બેઠક પર હાર થઈ છે. લોકપ્રિય કલાકારની પુત્રી હોવા છતાં મતદારોએ (Voters) પરિવર્તન સ્વીકાર્યું છે અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

Advertisement

કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરનો વિજય

અમરેલીમાં પણ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કોંગ્રેસના (Congress) ઉમેદવાર શાંતિબેન ડેરનો ચાવંડ બેઠક પર ભવ્ય વિજય થયો છે. શાંતિબેન ડેરે આશરે 500 થી વધુ મતોના તફાવતથી જીત હાંસલ કરીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. લાઠી તાલુકા પંચાયતની (Taluka Panchayat) આ બેઠક પરની હાર રાજકીય માટે ચર્ચાનો વિષય બની છે.

Advertisement

 ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયાનો પણ વિજય

બીજી તરફ, રાજકોટ જિલ્લામાં ભાજપ માટે વિજયના સમાચાર આવ્યા છે. લોધીકા જિલ્લા પંચાયત (District Panchayat) બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે. અહીં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયાનો ભવ્ય વિજય (Grand Victory) થયો છે.

દિલીપભાઈ સરવૈયા 1100 થી વધુ મતોની જંગી સરસાઈથી જીતી ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની આ બેઠક પર કેસરીયો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Election Results: ભાજપના Bhupat Bhayani અને AAP ના Manoj Sorathiya ની હાર

Advertisement

.

×