ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : શેમળામાં રાષ્ટ્રીય સન્માન સાથે માજી સૈનિકની અંતિમ યાત્રા નીકળી, આખું ગામ શોકમગ્ન

ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ દ્વારા કીર્તિરાજસિંહને રાષ્ટ્રીય સન્માન આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
11:47 PM Feb 13, 2025 IST | Vipul Sen
ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ દ્વારા કીર્તિરાજસિંહને રાષ્ટ્રીય સન્માન આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
Gondal_Gujarat_first
  1. Gondal નાં શેમળા ગામમાં માજી સૈનિકની અંતિમ યાત્રા નીકળી
  2. ગામનાં ગર્વ સમાન કીર્તિરાજસિંહ લાલુભા જાડેજાએ અંતિમ શ્વાસ લીધા
  3. રાષ્ટ્રીય સન્માન સાથે જવાનને અંતિમ વિદાય આપવામાં આવી
  4. પોલીમાયસાઈટીસની બીમારીને કારણે તેમનુ નિધન થયું હતું.

રાજકોટ જિલ્લનાં ગોંડલ તાલુકાનાં શેમળા ગામની શાન સમાન માજી સૈનિક કીર્તિરાજસિંહ લાલુભા જાડેજાએ અંતિમ શ્વાસ લેતા ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ દ્વારા કીર્તિરાજસિંહને રાષ્ટ્રીય સન્માન આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.

આ પણ વાંચો - અહેમદ પટેલના પુત્ર એ કહ્યું, કોંગ્રેસ માટે કામ નહીં કરું, મારા પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને ના પાડી દેવામાં આવી

ભૂટાનમાં મિલિટરીની ટ્રેનિંગ દરમિયાન પગમાં ઇજા થઈ હતી

કીર્તિરાજસિંહ જાડેજા 12 ગ્રેનેડિયર્સ 11-01-2003 માં આર્મીમાં ભરતી થયા હતા અને 30-07-2021 માં નિવૃત્ત થયા હતા. સ્નાઇપર રાઇફલનાં બેસ્ટ ફાયર્ર હતા. તેઓએ આસામ નોર્થ ઈસ્ટ, જમ્મુ અને કાશ્મીર બારામુલા તથા આર્મીની 39 રાષ્ટ્રીય રાઇફલમાં ફરજ બજાવી હતી. જે બાદ 2018 માં ભૂટાનમાં મિલિટરીની ટ્રેનિંગ દરમિયાન તેમને પગમાં ઇજા થઈ હતી. ત્યાર બાદ તેમને પોલીમાયસાઈટીસની બીમારી થઈ હતી, જેના કારણે આજે તેઓનું નિધન થયું હતું.

આ પણ વાંચો - Gandhinagar : નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ગૌરવરૂપ સિદ્ધિ, CM ભૂપેન્દ્ર પટેલે આપી માહિતી

ઇજાનાં કારણે પોલીમાયસાઈટીસની બીમારી થઈ હતી

કીર્તિરાજસિંહ જાડેજાનાં મોટાભાઈ પણ દેશની સેવા કરી ગ્રેનેડિયર્સમાંથી નિવૃત્ત થયા છે. મૃતકનાં ભાઈ પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, બન્ને ભાઈ એક જ દિવસમાં એક જ તારીખ ભરતી થયા હતા. અમુક વિસ્તારમાં આર્મીની ફૌજ જાય ત્યારે એમને ટ્રેનિંગ લેવી પડે છે જે દરમિયાન કીર્તિરાજસિંહ ઈન્જર્ડ થયા હતા. આ બંને ભાઈ શેમળા ગામનાં ગર્વ સમાન હતા. કીર્તિરાજસિંહની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ગોંડલ માજી સૈનિક મહામંડળનાં પ્રમુખ અનોપસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, રામદેવસિંહ જાડેજા (માણેકવાડા), રસિકભાઈ પુરોહિત, રાજકોટ જિલ્લા સર્વોદય સૈનિક મહામંડળનાં પ્રમુખ અને નિવૃત આર્મીમેન જગતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, ગઢવીભાઈ, અશ્વિનભાઈ સહિતનાં સભ્યો જોડાયા હતા અને તમામ દ્વારા રાષ્ટ્રીય સન્માન આપી કીર્તિરાજસિંહ જાડેજાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Mehsana : ગુજરાતની શાંતિ ડહોળવાનું કાવતરું! અજાણ્યા ઇસમોએ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી

Tags :
funeral of Kirtirajsinh Lalubha JadejaGondalGujarat FirstGUJARAT FIRST NEWSIndian-ArmyPolymyositisRAJKOTShemla
Next Article