Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક, જાણો કેટલો હરાજીમાં ભાવ બોલાયો

યાર્ડમાં 30 કિલો નવા ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા
gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક  જાણો કેટલો હરાજીમાં ભાવ બોલાયો
Advertisement
  • ખેડૂત (Farmer) મધુભાઈ રાદડિયા 30 કિલો નવા ધાણા લઈ યાર્ડ ખાતે આવ્યા
  • ખેડૂતો ધાણા વેચવાની પ્રથમ પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડને આપે છે
  • ખાસ કરીને રેગ્યુલર ધાણાની આવક ફેબ્રુઆરીમાં થતી હોય છે

Gujarat: રાજ્યનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ ગોંડલ (Gondal) યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક જોવા મળી હતી. યાર્ડમાં 30 કિલો નવા ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. હરાજીમાં મુહૂર્તના નવા ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 35001 બોલાયો હતો.

પૂજન વિધિ કરી હરાજી શરૂ કરવામાં આવી

ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડમાં આજરોજ સૌ પ્રથમ ધાણાની આવક કરવામાં આવી હતી. જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂત (Farmer) મધુભાઈ રાદડિયા 30 કિલો નવા ધાણા લઈ ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોચ્યા હતા. અને આજરોજ વહેલી સવારે હરાજી પહેલા નવા ધાણાની પૂજન વિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઠી ધરાવતા સોહિલભાઈ કોટડીયા નામના વેપારી દ્વારા નવા ધાણાની ઊંચી બોલી લગાવી રૂપિયા 35001 ખરીદી કરી હતી. હરાજીમાં ઉપસ્થિત લોકોએ ખેડૂત (Farmer) અને વેપારીના મોં મીઠા કરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: શહેરના સારંગપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર

Advertisement

રેગ્યુલર ધાણાની આવક ફેબ્રુઆરીમાં થતી હોય છે

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ (Gondal) યાર્ડમાં આજરોજ સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક કરવામાં આવી હતી. જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂતે (Farmer) આગોતરા ધાણાનું વાવેતર કર્યું હશે અને પહેલો વકલ તૈયાર થયો હશે. આજરોજ નવા ધાણાના શ્રી ગણેશ થયા હતા. હરાજીમાં ઓપનિંગ ભાવ રૂપિયા 35001 મળ્યા હતા. પરંતુ રેગ્યુલર નવા ધાણાની આવક તો ફેબ્રુઆરી આસપાસમાં થતી હોય છે. સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની આવકમાં નંબર વન ઉપર આવે છે. સમગ્ર દેશના વેપારીઓ, સ્ટોકીસ્ટો ધાણાની ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. 60થી વધુ દેશોમાં જે મસાલા એક્સપોર્ટ થતા હોય તેમાં પણ ગોંડલ (Gondal) ના ધાણાનો ઉપયોગ થતો હોય છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો ધાણા વેચવાની પ્રથમ પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડને આપતા હોય છે.

અહેવાલ: વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Gujarat: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને નશો કરવો ભારે પડ્યો

Tags :
Advertisement

.

×