સમગ્ર ભારતભરમાં ગોંડલનું મરચું પ્રખ્યાત
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેમ કે રાજકોટ, જામનગર, જુનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. અહીંનું મરચું તીખાસને લઈ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝનમાં સૌ પ્રથમ આવક વધુ થઇ છે. જેમાં યાર્ડમાં આજરોજ અંદાજે 3000 ભારીની આવક થવા પામી હતી. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000 થી 3500 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની 3 ભારીના ભાવ 8,001 સુધી બોલાયા હતા.
![]()
Gondal Marketing Yard: કમોસમી વરસાદને કારણે મરચાના પાકને નુકસાન
સમગ્ર ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મરચાના પાકમાં ઘણું નુકસાન થવા પામ્યું છે. જેના કારણે મરચાના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજરોજ ગોંડલ યાર્ડમાં થયેલ મરચાની આવકમાં મોટા ભાગની ભારી ડેમેજ હોવાના કારણે હરાજીમાં રૂ.1000 થી રૂ.1500 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરોજ સાંજે મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. અંદાજે 400થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. આજરોજ સવારે યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી, આ.સેક્રેટરી હિતેશભાઈ સાવલિયાની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી.
![]()
શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી
શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં 3 ભારીના રૂ.8,001 ભાવ ભુણાવા ગામના ખેડૂત વિપુલભાઈ વોરાને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી જણાવ્યું હતું કે ગોંડલનું મરચું અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 1893, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચાનો પાક સુકવીને લઈ આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે છે.
આ પણ વાંચો: Bhavnagar: પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા