Rajkot: લોકગાયક દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે બાંધકામના સાથે સંકળાયેલ મયુરસિંહ રાણા પર હુમલો કરી હાથ અને પગ માં ગંભીર ઇજા પોહચાડી છે. ડોક્ટરો દ્વારા એક્સ-રે પડાવી સારવાર શરૂ કરી છે.લોકગાયકર દેવાયત ખવડ માર મારતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં પાર્કિંગ બાબતે બોલાચાલી કર્યા બાદ જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ પણ એક્શનમાં આવી ફરિયાદ નોંધવાનà«

Rajkot: લોકગાયક દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે બાંધકામના સાથે સંકળાયેલ મયુરસિંહ રાણા પર હુમલો કરી હાથ અને પગ માં ગંભીર ઇજા પોહચાડી છે. ડોક્ટરો દ્વારા એક્સ-રે પડાવી સારવાર શરૂ કરી છે.
લોકગાયકર દેવાયત ખવડ માર મારતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં પાર્કિંગ બાબતે બોલાચાલી કર્યા બાદ જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ પણ એક્શનમાં આવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અગાઉ સપ્ટે.2021માં રવિરત્ન પાર્કમાં પોતાના ઘર પાસે ધોકો લઈ પડોશીઓ ઉપર સીનસપાટા કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે શખ્સોએ આજે બપોરે સર્વેશ્ર્વર ચોકમાં આવેલ પુષ્કર એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા મયુર સંપતસિંહ રાણા નામના 30 વર્ષના યુવક ઉપર ધોકા વડે હુમલો કરી પગમાં ફ્રેકચર કરી નાખતા મયુરસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ, અગાઉ મયુરસિંહે દેવાયત ખવડ વિરૂઘ્ધ અરજી કરી હતી જ્યારે લંડન ખાતે રહેતા એક એનઆરઆઈએ ફેસબુક ઉપર લાઈવ કરી દેવાયત ખવડને બેફામ ગાળો ભાંડી હતી જેના પગલે દેવાયત ખવડે પણ પોલીસમાં અરજી કરી હતી. આ સિવાય રવિરત્ન પાર્કમાં દેવાયતના ઘર પાસે અગાઉ થયેલી માથાકૂટ વખતે પણ મયુરસિંહ રાણા ત્યાં હાજર હોય આ બાબતે પણ બન્ને વચ્ચે ડખ્ખો ચાલતો હતો જેના પગલે આજે બપોરે મયુરસિંહની ઓફિસે ઘસી જઈ દેવાયત ખવડ સહિત બે શખ્સોએ તેની ઉપર ધોકા વડે હિંચકારો હુમલો કરી દીધો હતો.
ગુજરાતનીનંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલએટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)- જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટપર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.