Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ, લોકોના આરોગ્ય મામલે ચિંતા વધી

Rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ થયા છે. જેમાં શ્રી રામ ડેરી ફાર્મના શુદ્ધ ઘીના નમુના ફેલ જાહેર થયા છે. તથા જય બજરંગ ડેરી ફાર્મના પણ શુદ્ધ ઘીના નમુના ફેલ જાહેર તેમજપતંગ રેસ્ટોરન્ટના પનીરના નમુના ફેલ જાહેર થયા છે. તથા પાયલ પંજાબી ફૂડ પાર્સલના પણ પનીરમાં ભેળસેળ હોવાનું ખુલ્યું છે.
rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ  લોકોના આરોગ્ય મામલે ચિંતા વધી
Advertisement
  • Rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ થયા
  • શ્રી રામ ડેરી ફાર્મના શુદ્ધ ઘીના નમુના ફેલ જાહેર થયા
  • પાયલ પંજાબી ફૂડ પાર્સલના પણ પનીરમાં ભેળસેળ હોવાનું ખુલ્યું

Rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ થયા છે. જેમાં શ્રી રામ ડેરી ફાર્મના શુદ્ધ ઘીના નમુના ફેલ જાહેર થયા છે. તથા જય બજરંગ ડેરી ફાર્મના પણ શુદ્ધ ઘીના નમુના ફેલ જાહેર તેમજપતંગ રેસ્ટોરન્ટના પનીરના નમુના ફેલ જાહેર થયા છે. તથા પાયલ પંજાબી ફૂડ પાર્સલના પણ પનીરમાં ભેળસેળ હોવાનું ખુલ્યું છે. તેથી ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા ડ્રાઇવ હાથ ધરી

Rajkot મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા અગાઉ એક મોટી ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવના ભાગરૂપે ફૂડ વિભાગની ટીમે કુલ 21 જેટલા ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ કાર્યવાહીમાં મુખ્યત્વે બજારમાં લોકપ્રિય એવા પાન મસાલા બ્રાન્ડ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Advertisement

ગુણવત્તા લેબોરેટરીમાં ચકાસવામાં આવશે

ફૂડ વિભાગ દ્વારા મહેક સિલ્વર, સિગ્નેચર પાન મસાલા અને રજનીગંધા પાન મસાલા સહિતના ઉત્પાદનોના નમૂના લેવામાં આવ્યા હતા, જેની ગુણવત્તા લેબોરેટરીમાં ચકાસવામાં આવશે.

Advertisement

આ પગલું નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે

આ ઉપરાંત, મનપાના ફૂડ વિભાગે નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા અને માંસ-મચ્છીના નમૂના લીધા હતા. આ પગલું નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેથી ભેળસેળયુક્ત કે અખાદ્ય પદાર્થોનું વેચાણ થતું અટકાવી શકાય. લેવાયેલા તમામ નમૂનાઓને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને જો કોઈ નમૂનો ફૂડ સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન કરતો જણાશે તો સંબંધિત ધંધાર્થીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું

Tags :
Advertisement

.

×